News of Sunday, 23rd August 2026
પવિત્ર યાત્રાધામ અંબાજીમા શ્રી અંબે માતાજીના પાવન મંદિરે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા ભવ્ય ધ્વજારોહણ
વિરમગામ વિધાનસભા વિસ્તારના તમામ ભાઈઓ-બહેનોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી

રાજકોટ તા.૨૩ : વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી અંબે માતાજીના પાવન મંદિરે ભવ્ય ધ્વજારોહણ કર્યું, આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે માઁ અંબાની પૂજા-અર્ચના કરી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સાથે જ વિરમગામ વિધાનસભા વિસ્તારના તમામ ભાઈઓ-બહેનોના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી.
માઁ અંબાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે અને આપણો વિરમગામ વિસ્તાર વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના ધારાસભ્ય હાર્દિક પટેલે કરી હતી.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
