તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડી
આરોપી પ્રીતિ વ્યાસે રાજ્યના અનેક લોકોને કેનેડાના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી પીડિતો પાસેથી રૂ.25-25 લાખ જેટલી રકમ ઉઘરાવી:આરોપી છેલ્લા દોઢ મહિનાથી ફરાર: ધરપકડની માંગ સાથે આવેદન આપ્યું

સાબરકાંઠાના હિંમતનગરમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી પ્રીતિ વ્યાસે રાજ્યના અનેક લોકોને કેનેડાના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી પીડિતો પાસેથી રૂ.25-25 લાખ જેટલી રકમ ઉઘરાવી હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડી બાદ આરોપી છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે. સમગ્ર મામલે છેતરપિંડીનો ભોગ બનેલા પીડિતોએ SPને રજૂઆત કરી આરોપી પ્રીતિ વ્યાસની તાત્કાલિક ધરપકડ કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
