તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
રાજકોટ અને મોરબીમાં AEVUM (એવમ) બ્રાન્ડના શો-રૂમનું ઓપનીંગ
અર્જુન જવેલર્સ લિમિટેડ ગ્રુપ કંપની દ્વારા

(કેતન ખત્રી) અમદાવાદઃ રાજકોટ અને મોરબીમાં ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીની એક નવી શરૂઆત....અર્જુન જ્વેલર્સ લિમિટેડની ગ્રુપ કંપની, Aevum (એવમ) બ્રાન્ડ, એ બંને શહેરોમાં પોતાનો સ્ટોર શરૂ કર્યો આ બ્રાન્ડ નેચરલ ડાયમંડ અને પ્લેટિનમ જ્વેલરીનો એક નવો અને આધુનિક અંદાજ લઇને આવ્યા હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ પ્રસંગે પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશલના ડેપ્યુટી કન્ટ્રી મેનેજર ઇન્ડિયા અને મિડલ ઇસ્ટ, પલ્લવી શર્મા તથા ડી બિયર્સ ગ્રુપના ટ્રેડ મેનેજર, ઇન્ડિયા, જિતેશ નાયર ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ અને મોરરબીમાં બ્રાન્ચ શરૂઆત કરીને Aevum બ્રાન્ડનું લક્ષ્ય ૨૦૨૭ સુધીમાં ૧૧ સ્ટોર્સ ખોલવાનું છે. તેમનો ઉદેશ વધુ લોકો સુધી એવી જ્વેલરી પહોંચાડવાનો છે, જે ફકત ખાસ પ્રસંગો માટે નહીં, પણ જીવનની દરેક ખાસ બની રહે.
શોરૂમનું સરનામું: શોપ ૧, ધ ટ્વિન ટાવર, અમીન માર્ગ, સોૈરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, ભરતવન સોસાયટી, રાજકોટ કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર, મોરબી.
(11:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
