તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
મહિને ૧૫૦૦૦ કમાનારને ૯૭૫ કરોડ ભરવા નોટિસ !
આને કહેવાય ‘‘કીડીને કોષનો ડામ'' : સુરત ખાતે આવેલી બે હીરા કંપનીમાં અજમેરના ટેલરને ડિરેક્ટર બનાવી દીધા

સુરત તા.૨૨: કાગળ પર કંપની બનાવીને કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવતા હોવાના કિસ્સા સમયાંતરે બહાર આવતા હોય છે. જોકે હાલમાં સુરત ઈન્કમટેક્સ વિભાગે અજમેરના ટેલરને નોટીસ કટકારીને ૯૭૪.૯૭ કરોડ ભરપાઈ કરવા માટે તાકીદ કરી છે. આ નોટીસ મળતાની સાથે જ ટેલરની ઉપ હરામ થઈ ગઇ છે. કારવા કે મહિને ૧૫ હજાર રૂપિયા કમાતા ટેલરને અધધ કહી શકાય તેટલા રુપિયા ભરવા માટે આઇટીએ તાકીદ કરતા સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. કારણ કે પોતાના આધારકાર્ડ અને પાનકાર્ડનો ખોટી રીતે ઉપયોગ કરીને સુરતના મહિધરપુરા ખાતે આવેલા બે હિરા કંપનીમાં ડિરેક્ટર બનાવીને સમગ્ર ખેલ રચ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે.
રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોવિદગઢ ખાતે દરજીકામ કરીને મહિને ૧૫,૦૦૦ કમાતા ૬૨ વર્ષીય વૃદ્ધના નામે સુરતની બોગસ ડાયમંડ કંપની ઊભી કરી કરોડોના વ્યવહારો આચરવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરત ઈન્કમટેક્સ વિભાગ દ્વારા વૃદ્ધને અધધ ૯૭૪.૯૭કરોડની ટેક્સ રિકવરી નોટિસ કટકારાતાં પરિવારના હોશ ઊડી ગયા છે. ગોવિદગઢના રહેવાસી રેખરાજ ઠાડા (ઉં. વ. ૯૨) સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૩ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ તેમને સુરત આવકવેરા વિભાગ તરફથી મળેલી નોટિસે ચોંકાવી દીધા હતા. નોટિસ મુજબ રેખરાજ સુરત સ્થિત રૂપ રજત ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર છે અને તેમના પર ૯,૭૪,૯૭,૨૫,૪૫૭ની ટેક્સ રિકવરી ખાકી નીકળે છે. પરિવારે સ્થાનિક ઘ્ખ્ મારફતે રેકોર્ડ તપાસાવતાં ચોકાવનારી વિગત સામે આવી હતી કે સુરતની જ અન્ય એક કંપની જય બાબેરી ડાયમ પ્રાઇ વેટ લિમિટેડમાં પણ તેમનું નામ ડિરેક્ટર તરીકે દર્શાવેલું છે. પીડિત દરજીના જણાવ્યા અનુસાર તેઓ ક્યારેય ગુજરાત આવ્યા પણ નથી. જેથી સમગ્ર મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.(૩૮.૧૦)
આધારકાર્ડ અને પાનકાર્ડનો દુરુપયોગ
આધારકાર્ડ અને પાનકાર્ડનો દુરુપયોગ કરીને કૌભાંડીઓ કંપની બનાવી લેતા હોય છે. આ કંપની મારફતે બોગસ બિલીંગ, હવાલા સહિતના કૌભાંડો કરતા હોય છે. જ્યારે જેના નામે કંપની શરુ કરવામાં આવી હોય તેને સમગ્ર બાબતની જાણકારી પણ હોતી નથી. જ્યારે તેઓને જીએસટી કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા નોટીસ મોકલવામાં આવે ત્યારે તેની જાણકારી મળતી હોય છે. આવી જ રીતે ટેલરના નામના પુરાવાના આધારે કંપની બનાવીને ગોરખધંધા આચરવામાં આવ્યા હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.
બેંકના અધિકારીના મેળાપીપણાની પણ આશંકા
કોઈ પણ કંપનીનું ખાતુ જ્યારે બેંકમાં ખોલવામાં આવે ત્યારે જેતે વ્યક્તિની હાજરી ત્યાં જરુરી હોય છે. કારણ કે બેંકના અધિકારીઓ દ્વારા કેવાયસી કરવામાં આવ્યા બાદ જ ખાતું કાર્યરત કરતા હોય છે. જયારે આ કિસ્સામાં ટેલર દ્વારા એવી વાત કરવામાં આવે છે કે તે કયારેય ગુજરાત આવ્યા નથી. જેથી બેંકના અધિકારીના મેળાપીપણા સિવાય ખાતુ ખુલી શકે તેમ જ નથી કારણ કે કેવાયસી કરવા માટે વ્યક્તિના ફિંગરપ્રિન્ટની સાથે આધારકાર્ડ મેચ થવો જોઇએ, જેથી આઇટી દ્વારા બેંકમાં ખાતું હોય ત્યાં જઈને પણ તપાસ કરવામાં આવે તો અનેક ભોપાળા બહાર આવે તેમ છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
