<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

૧૦ વર્ષ ન થયા હોય તેવી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા માટે રહીશોએ જાતે ખર્ચ કરવો પડશે

રાજ્‍ય સરકારે નીતિ-નિયમોમાં ફેરફાર કરી નાંખ્‍યો : રસ્‍તા, પાણી, ડ્રેનેજ, સ્‍ટ્રીટલાઈટ સહિત જનભાગીદારીની સુવિધા માટે સ્‍થાનિક રહીશોએ ખિસ્‍સા ખાલી કરવા પડશે

અમદાવાદ તા.૨૨: રાજય સરકારે ગુજરાતના મહાનગરોમાં સરકારી માટમાંથી અપાતી પ્રાથમિક સુવિધાના નીતિ-નિયમોમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. હવેલી મહાનગર પાલિકાના આકારણી દફતરે દસ વર્ષથી ઓછુ અસ્‍તિત્‍વ ધરાવતી સોસાયટીઓને રસ્‍તા, પાણી, ડ્રેનેજ કે સ્‍ટ્રીટલાઈટની સુવિધા માટે પોતાના ખિસ્‍સામાંથી ખર્ચ કરવો પડશે. રાજ્‍ય સરકારે સુરત મહાપાલિકાને પાઠવેલા પરિપત્ર મુજબ જનભાગીદારી હેઠળ અપાતી સુવિધાઓ માટે હવેથી દસ વર્ષ કે તેથી વધુ સમય થયો હોય તેવી સોસાયટીમાં જ સરકારી ગ્રાંટમાંથી કામો કરવા નિર્દેશ અપાયો છે.

સુરત શહેરમાં દર વર્ષે સેંકડો નવી ન સોસાયટીઓ અસ્‍તિત્‍વમાં આવે છે. મોટાભાગની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો જે તે ડેવલપર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. જોકે, અનેક - સોસાયટીઓમાં થોડા વર્ષોમાં જ રસ્‍તાઓ - તૂટી જવા કે સ્‍ટ્રીટ લાઈટને લગતા પ્રશ્નો - ઉપસ્‍થિત થઈ રહ્યાં છે. આ માટે સોસાયટીના - રહીશો દ્વારા સરકારી ગ્રાંટની મદદ લઈ - પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવી રહ્યાં છે. આ માટે સુરત મહાપાલિકાના જે તે ઝોનમાં માત્ર પાંચ હજાર રૂપિયા ફી ભરી અરજી કરવામાં આવી રહી છે. વર્ષોથી - ચાલી આવતી આ પરંપરાને કારણે સામાન્‍ય પ્રજા પર આર્થિક ભારણ આવતું નહોતું. - સાવ સામાન્‍ય ખર્ચમાં રસ્‍તા, પાણી, ડ્રેનેજ, સ્‍ટ્રીટલાઈટ જેવી સુવિધા ઉપલબ્‍ધ થઈ જાય છે. આ માટે સુરત મહાપાલિકા તરફથી ૩૦ ટકા અને રાજ્‍ય સરકાર તરફથી ૭૦ ટકા ગ્રાંટ મેળવી તંત્ર દ્વારા અત્‍યાર સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. જોકે, રાજ્‍ય સરકારે ગુપચુપ રીતે નીતિ નિયમોમાં મોટી ફેરફાર કરીને એક આંચકાજનક આદેશ જારી કર્યો છે. સરકારે સુરત સહિત રાજ્‍યની મહાપાલિકાઓને કરેલા નવા એલાન મુજબ હવેથી જે સોસાયટીઓના આકારણી દફતરે (ટેક્‍સ રેકર્ડ પર) ૧૦ વર્ષ પૂર્ણ થયા હશે, માત્ર તેમને જ જનભાગીદારી હેઠળ વિકાસ કામોનો લાભ મળશે. ૧૦ વર્ષ કે તેથી ઓછું આયુષ્‍ય ધરાવતી સોસાયટીઓને હવે પ્રાથમિક સુવિધાના કામો માટે મહાપાલિકા તરફથી સરકારી ગ્રાંટ મળશે નહીં. સરકારના આ નિર્ણયથી ૧૦ વર્ષથી નાની સોસાયટીઓના રહીશો માટે હવે જો સોસાયટીમાં રસ્‍તા, પાણી કે ટ્રેનેજ સહિત સ્‍ટ્રીટલાઈટ દસ વર્ષ પહેલા બદલવાની ફરજ પડે તો ગાંઠના ગોપીચંદન કરવાનો વારો.

(9:57 AM IST)