તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st August 2026
સુરત ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે ચેકીંગ :280 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરી 1413 કીલો અખાદ્ય ખોરાક નાશ કરાયો
તાકીદે 14 હોટલ અને રેસ્ટોરન્ટોને બંધ કરાઈ :સ્થળ ઉપર જ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સતત ત્રીજા દિવસે પણ હોટલ રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત રાખવામાં આવી છે. 280 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ કરીને 1413 કીલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે. તપાસ દરમિયાન 148 હોટલ અને રેસ્ટોરન્ટોને આપવામાં આવી છે નોટિસ. જેમાં તાકીદે 14 હોટલ અને રેસ્ટોરન્ટોને બંધ કરવામાં આવી છે. તે સાથે સ્થળ ઉપર જ રૂપિયા 4.99 લાખનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો છે. સતત ત્રીજા દિવસે કાર્યવાહી હોવા છતાં ભેળસેળિયા સુધરવાનું નામ નથી લઈ રહ્યા
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
