<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા

તેમણે વડાપ્રધાન મોદી અને નીતિન નવીનનો આભાર માન્યો: દિલ્હી પ્રવાસ દરમિયાન તેજસ્વી સૂર્યા સાથે પણ મુલાકાત કરશે:ઝેન જી અંગે પણ ચર્ચા કરી

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી યુવા મોરચાના પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે. નવી જવાબદારી મળ્યા બાદ તેમની આ મુલાકાતને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. દિલ્હી પ્રવાસ દરમિયાન તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી સંગઠન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે.

 

હેમાંગ જોશીએ નવી જવાબદારી બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નીતિન નવીનનો આભાર માન્યો હતો. યુવા મોરચાના પ્રમુખ તરીકે ટૂંક સમયમાં તેઓ સત્તાવાર રીતે પદભાર સંભાળશે. નવી જવાબદારી બાદ સંગઠનમાં યુવાનોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.

 

 

દિલ્હી પ્રવાસ દરમિયાન હેમાંગ જોશી ભાજપના યુવા નેતા તેજસ્વી સૂર્યા સાથે પણ મુલાકાત કરવાના છે. આ મુલાકાત દરમિયાન યુવા સંગઠનના કામકાજ અને આગામી આયોજન અંગે ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત જૈન જી અંગે પણ ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

 

 

વડોદરાના સાંસદ તરીકેની જવાબદારી સાથે હવે હેમાંગ જોશીને યુવા મોરચાના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે. પદભાર સંભાળ્યા બાદ તેઓ દેશભરના યુવા કાર્યકરો સાથે સંકલન કરીને સંગઠનને વધુ સક્રિય બનાવવાના પ્રયાસો કરશે. દિલ્હી મુલાકાતને તેમની નવી રાજકીય જવાબદારીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.

 

(7:54 PM IST)