News of Thursday, 20th August 2026
ભાવનગર ખરકડી લઠ્ઠાકાંડ મામલે હાથ ધરાયેલ તપાસનુ જ્યુડિશિયલ મોનિટરિંગ કરવા હાઇકોર્ટમાં થઇ રજૂઆત
સમગ્ર ચેઇનની તપાસ તેમજ પોલીસ, પ્રોહિબિશન, એક્સાઇઝ અથવા વહીવટી અધિકારીઓની બેદરકારી કે સાંઠગાંઠ હોય તો તેની તપાસની પણ માંગ

ભાવનગરના ખરકડી ગામે નકલી દારૂ પીવાથી મોત અને લોકો ગંભીર રીતે બીમાર થયાના અહેવાલોને લઈને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ નીતિન ટી. ગાંધી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં નકલી દારૂમાં મિથેનોલની ભેળસેળની આશંકા વ્યક્ત કરી સ્વતંત્ર તપાસની માંગ કરાઈ છે. દારૂના ઉત્પાદનથી લઈને સપ્લાય, ટ્રાન્સપોર્ટ અને વેચાણ સુધીની સમગ્ર ચેઇનની તપાસ તેમજ પોલીસ, પ્રોહિબિશન, એક્સાઇઝ અથવા વહીવટી અધિકારીઓની બેદરકારી કે સાંઠગાંઠ હોય તો તેની તપાસની પણ માંગ કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને વળતર, અસરગ્રસ્તોને સારવાર-પુનર્વસન અને સાક્ષીઓને સુરક્ષા આપવા સાથે તપાસની પ્રગતિનું હાઇકોર્ટ દ્વારા જ્યુડિશિયલ મોનિટરિંગ કરવાની રજૂઆત કરાઈ છે.
(7:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
