તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
સુરતના સચિન વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર
મૃતક વિદ્યાર્થિની નવસારીની કોલેજમાં અભ્યાસ કરતી હતી :અભ્યાસના તણાવને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા

સુરતના સચિન વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. મૃતક વિદ્યાર્થિની નવસારીની કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, અભ્યાસના તણાવને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજીતરફ આપઘાત કરતા પહેલાં યુવતીએ પરિવારજનોને કેટલાક મેસેજ કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને યુવતીએ આ પગલું કયા સંજોગોમાં ભર્યું તે જાણવા પરિવારજનો તેમજ અન્ય પાસાઓની તપાસ શરૂ કરી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
