News of Wednesday, 19th August 2026
વલસાડ ફૂડ સેફ્ટી વિભાગની ભેળસેળિયા તત્વો સામે મોટી કાર્યવાહી: હાલર રોડ પર આવેલ ગોપાલ ડેરીમાંથી 15 કિલો શંકાસ્પદ પનીર જપ્ત
ધરમપુર રોડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા મળતા સીલ કરાઈ: જિલ્લામાં પાંચ જેટલી રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ

વલસાડ ફૂડ સેફ્ટી વિભાગની ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. હાલર રોડ પર આવેલ ગોપાલ ડેરીમાંથી 15 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. પનીરના સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલાયા છે. ધરમપુર રોડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં અસ્વચ્છતા મળતા સીલ કરાઈ છે. જિલ્લામાં પાંચ જેટલી રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ. રેસ્ટોરન્ટ સંચાલકોને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
