તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th August 2026
ગાંધીનગર-રાંધેજા રોડ પર આવેલ રેલવે ક્રોસિંગ નંબર 9 અને 10 બે દિવસ બંધ રહેશે
ક્રોસિંગ નંબર 9 અને 10 સમારકામ અર્થે 20 થી 23 ઓગસ્ટ દરમિયાન બંધ રખાશે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કલોલ-ગાંધીનગર સેક્શન વચ્ચે આવેલ આદરજ મોટી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો દરમિયાનના બે મહત્વપૂર્ણ રેલવે ક્રોસિંગ પર અત્યંત જરૂરી જાળવણી અને ઓવરહૉલિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ટ્રેક રિપેરિંગ અને જાળવણીના આ કામને લીધે રેલવે ક્રોસિંગ નંબર 09 અને 10 પરથી પસાર થતો માર્ગ વાહનવ્યવહાર માટે હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે તંત્ર દ્વારા વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે બંને ક્રોસિંગ માટે તબક્કાવાર બંધ રાખવાના દિવસો અને વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગોની જાહેરાત કરવામાં આવી છે.
રેલવે ક્રોસિંગ નંબર 10 (ગાંધીનગર-રાંધેજા રોડ)
બંધ રહેવાનો સમયગાળો: 20 ઓગસ્ટ 2026 (સવારે 08:00 વાગ્યાથી) થી 21 ઓગસ્ટ 2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)
કામગીરી: ટ્રેક જાળવણી અને ઓવરહૉલિંગ વર્ક
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન): આ સમયગાળા દરમિયાન ગાંધીનગર-રાંધેજા રોડ પરથી પસાર થતા વાહનોને રેલવે ક્રોસિંગ નંબર 11 (ROB - ઓવરબ્રિજ), કિમી 18/7-8 પરથી વાળવામાં (Divert કરવામાં) આવશે.
રેલવે ક્રોસિંગ નંબર 09 - ઘૂંઘટ હોટલ નજીક (ગાંધીનગર-રાંધેજા રોડ)
બંધ રહેવાનો સમયગાળો: 22 ઓગસ્ટ 2026 (સવારે 08:00 વાગ્યાથી) થી 23 ઓગસ્ટ 2026 (સાંજે 06:00 વાગ્યા સુધી)
કામગીરી: ટ્રેક મરામત અને જાળવણી
વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન): આ સમય દરમિયાન વાહનવ્યવહારને નિર્ધારિત ડાયવર્ઝન માર્ગ પર વાળવામાં આવશે. વાહનચાલકો રાંધેજા ચોકડીથી પેથાપુર થઈને GH-7 રસ્તા પરથી રેલવે ક્રોસિંગ નંબર 10 (કિમી 17/8-9) તરફ જઈ શકશે.
પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે કે ટ્રેક મરામતની આ કામગીરી ટ્રેનોની સલામત અવરજવર માટે અત્યંત જરૂરી છે. આથી, 20 થી 23 ઓગસ્ટ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતા તમામ વાહનચાલકો તથા સ્થાનિક રહીશોએ ટ્રાફિકની સમસ્યા કે અસુવિધાથી બચવા માટે રેલવે દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
