<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

વડોદરાના ગંભીરા બ્રિજ પર લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ : એક વર્ષમાં અંદાજે રૂ.212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ તૈયાર

હવે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજને મોટા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા

વડોદરાના ગંભીરા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગંભીરા બ્રિજ પર લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માર્ગ-મકાન વિભાગ અને ડેવલોપર્સ કંપનીના અધિકારીઓની હાજરીમાં બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા એક વર્ષમાં અંદાજે રૂ.212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. હવે ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં બ્રિજને મોટા વાહનો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે. બ્રિજ પર ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લગતા બેનરો લગાવ્યા બાદ તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી શક્યતા છે. બ્રિજ શરૂ થતાં વાહનચાલકોને મોટી રાહત મળશે અને આ માર્ગ પરની અવરજવર વધુ સરળ બનશે.

(10:03 PM IST)