તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે યુવકને તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી
ધમકી આપનાર આરોપી મનોજ મૌર્યને પાંડેસરા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો

સુરતના પાંડેસરા વિસ્તારમાં પૈસાની ઉઘરાણી મામલે યુવકને તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ધમકી આપનાર આરોપી મનોજ મૌર્યને પાંડેસરા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી તીક્ષ્ણ હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. પૈસાની ઉઘરાણી મામલે ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પાંડેસરા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
