તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
આણંદમાં દવા લેવા ગયેલા વૃદ્ધને મહિલા ગેંગે નિશાન બનાવી પાકીટ કાપી લાખ રૂપિયા કાઢી લીધા !! મહિલાઓ ઝડપાઇ
સ્થાનિક લોકોએ મહિલાઓને ઝડપી પોલીસને સોંપી:જાહેરમાં બનેલી ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ:પોલીસે મહિલાઓની પૂછપરછ સહિત સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી .

આણંદમાં જાહેરમાં ચોરી કરતી મહિલા ગેંગ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. દુકાનમાં દવા લેવા ગયેલા એક વૃદ્ધને મહિલાઓની ગેંગે નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓએ વૃદ્ધનું પાકીટ કાપી તેમાં રહેલી રોકડ રકમ કાઢી લીધી હોવાના આક્ષેપ છે. સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકોએ મહિલાઓને ઝડપી પાડી પોલીસને સોંપી છે.
મળતી માહિતી મુજબ વૃદ્ધ દવા લેવા માટે દુકાનમાં ગયા હતા. આ દરમિયાન બે મહિલાએ વૃદ્ધનું ધ્યાન ભટકાવી તેમના પાકીટ પર હાથ સાફ કર્યો હતો. મહિલાઓએ પાકીટ કાપીને તેમાં રહેલી લાખ રૂપિયાની રકમ કાઢી લીધી હોવાનું ભોગ બનનાર જણાવી રહ્યા છે.
વૃદ્ધના પાકીટમાંથી અંદાજે લાખ રૂપિયા કાઢી લીધા હોવાના આક્ષેપ કરાયા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો સતર્ક બન્યા છે. મહિલાઓની હરકત અંગે શંકા જતા સ્થાનિકોએ પકડી પાડી છે.
ઘટના બાદ સ્થાનિક લોકોએ મહિલાઓને ઝડપી પોલીસને સોંપી છે. મહિલાઓ દ્વારા અગાઉ પણ આવી રીતે ચોરી કરવામાં આવી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર ગેંગની કામગીરી અને સંડોવાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને જાહેરમાં બનેલા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
