<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

બનાસકાંઠા-વાવ થરાદમાં આવતીકાલે 65 IRM CNG પંપ બંધ રહેશે: પંપ સંચાલકો આંદોલનના માર્ગે

પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચે યોજાયેલી બેઠકમાં માંગણીઓ અંગે ઉકેલ ન આવતા બેઠક નિષ્ફળ:પરિણામે પંપ સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો:પંપ બંધ રહેતાં CNG વાહનચાલકોને મુશ્કેલી

બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં CNG વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે આ વિસ્તારમાં આવેલા IRM CNG પંપો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચે યોજાયેલી બેઠકમાં વિવિધ માગણીઓ અંગે કોઈ ઉકેલ ન આવતા બેઠક નિષ્ફળ રહી હતી. જેના પગલે પંપ સંચાલકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

 

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારમાં કુલ 65 જેટલા CNG પંપ આવતીકાલે બંધ રહેશે. આ નિર્ણયને પગલે CNG ભરાવવા માટે જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો માટે પંપ બંધ રહેવાના કારણે અગાઉથી CNG ભરાવી લેવું જરૂરી બની શકે છે.

 

 

પંપ સંચાલકો દ્વારા પોતાની વિવિધ માંગણીઓને લઈને મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે પંપ સંચાલકો અને મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી, પરંતુ ચર્ચા દરમિયાન માગણીઓ અંગે કોઈ અંતિમ સમાધાન થઈ શક્યું નહોતું. પરિણામે પંપ સંચાલકોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને આંદોલનાત્મક પગલું ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

આવતીકાલે 65 જેટલા IRM CNG પંપ બંધ રહેવાના હોવાથી બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં CNG સેવા પર સીધી અસર જોવા મળી શકે છે. CNG પર આધારિત કાર, રિક્ષા, ટેક્સી સહિતના વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે.

(8:07 PM IST)