<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

નવસારીના ગણદેવી તાલુકામાં ધોળા દિવસે દીપડો દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ

કછોલી અને અંચેલી ગામ વચ્ચે આવેલી વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો:ચીકુ અને આંબાની વાડીઓમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર દીપડો દેખાવાની ઘટના

નવસારીના ગણદેવી તાલુકામાં ધોળા દિવસે દીપડો દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કછોલી અને અંચેલી ગામ વચ્ચે આવેલી વાડીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. ચીકુ અને આંબાની વાડીઓમાં છેલ્લા કેટલાક સમયથી વારંવાર દીપડો દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દીપડાની સતત અવરજવરથી ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાની લટાર અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

(12:16 PM IST)