તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
એનર્જી ક્રાઇસિસ હળવી થતાં હોટલ ઓક્યુપેન્સી રેટ સુધર્યો
ભારતીય પ્રવાસીઓમાં ૮૦ ટકા પ્રવાસીઓના મતે સાંસ્કૃતિક પ્રવાસ પ્રત્યેનો ઉત્સાહ સતત વધ્યો

અમદાવાદ,તા.૧૮: એનર્જી ક્રાઇસિસમાંથી હોટલ ઉદ્યોગ બહાર આવ્યો છે અને ઓક્યુપેન્સી રેટ સરેરાશ ૬૫-૭૦ ટકાથી વધુ હોવાનું સયાજી હોટેલ્સના એસોસિયેટ જનરલ મેનેજર રાજેન્દ્ર જોશીએ જણાવ્યું હતું. દેશભરમાં ટુરિઝમ ક્ષેત્રે મોટો બદલાવ જોવા મળ્યો છે અને ટેમ્પલ ટુરિઝમ ઝડપથી આગળ વધ્યું છે. ટેમ્પલ ટુરીઝમમાં વિદેશી પ્રવાસીઓનો સરેરાશ ૫-૭ ટકા હિસ્સો છે. ગુજરાતમાં હોટલ ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ ડબલ ડિજિટ રહ્યો છે. કોરોના મહામારી પછી આ સેગમેન્ટમાં બમણાથી વધુ ગ્રોથ રહ્યો છે ત્યારે ગ્રૂપ સોમનાથમાં પ્રવેશ ઉપરાંત અન્ય સાત નવી હોટલની શરૂઆત કરશે. ગ્રુપ દેશમાં ૪૩થી વધુ હોટલ્સ ઓપરેટ કરી રહી છે.
ભારતીય પ્રવાસીઓમાં ૮૦ ટકા પ્રવાસીઓના મતે સાંસ્કૃતિક પ્રવાસ પ્રત્યેનો ઉત્સાહ સતત વધ્યો છે. હોટલ્સ ઇન્ડસ્ટ્રીઝનો સરેરાશ વાર્ષિક ગ્રોથ ૭-૮ ટકા છે. ગ્રોથ સાથે ઇન્ડસ્ટ્રીઝમાં ઇનવેન્ટરી વધી રહી છે. આ સેક્ટરમાં એઆરઆર વાર્ષિક ૧૦ ટકાના દરે વધી રહ્યાં છે. આજનો યુવાવર્ગ બ્રાન્ડને પ્રાધાન્ય આપે છે જેના કારણે બ્રાન્ડ સાથે જોડાણ કરી આ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથ મેળવવાનો ઉદ્દેશ્ય છે. બ્રાન્ડ સાથેના જોડાણથી આગામી બે વર્ષમાં ધ ડિવાઈન રિસોર્ટનો ઓક્યુપેન્સી રેશિયો વધારીને ૮૦-૯૦ ટકા સુધી લઇ જવાનો આશય છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
