તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
ગુજરાત ગેસ કંપનીએ સીએનજીના ભાવ રૂપિયા ૩.૭૫ વધાર્યા
સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ૮૮.૭૬ રૂપિયા વસૂલ કરવામાં આવશે

અમદાવાદ,તા.૧૮: ગુજરાત ગેસ કંપની દ્વારા સોમવાર રાત્રિના ૧૨ કલાકથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ૩.૭૫ રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવેલા સીએનજીના ભાવમાં પણ દર થોડા મહિનામાં વધારો કરવામાં આવતો હોય છે. આ કારણોસર હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝાઝો તફાવત રહ્યો નથી, કારણ કે પહેલા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ૨૫થી ૩૦ રૂપિયા સુધી તફાવત હતો તે ઘટીને હવે ૧૦થી ૧૨
શિપિય રૂપિયાની આસપાસ જ રહી ગયો છે. જોકે કંપનીના જવાબદારો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા ૨૪ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવ, ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યનને કારણે ભાવ વધારો કરવાની ફરજ પડી રહી છે. ગુજરાત ગેસ કંપનીએ જાહેર કરેલી સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે સોમવાર રાત્રિના ૧૨ કલાક પછી સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ૮૮.૭૬ રૂપિયા વસૂલ કરવામાં આવશે. અત્યાર સુધી સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ૮૫.૦૧ રૂપિયા હતો. કંપનીએ એક જ દિવસમાં પ્રતિ કિલોએ ૩.૭૫ રૂપિયાનો વધારો ઝીંક્યો છે
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
