<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાની મુલાકાતે :કાલે જેલમાં બંધ ધારાસભ્ય ચૈતર વસાવાને મળશે

કેજરીવાલ અને ભગવંત માનની આ ઓંચિતી મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની

વડોદરા :આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓ આવતીકાલે બપોરે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવાના છે. કેજરીવાલ અને ભગવંત માનની આ ઓંચિતી  મુલાકાતને લઈને ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. બંને નેતાઓ આવતા એરપોર્ટ પર આપના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યું છે.  

(1:02 AM IST)