તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ED દ્વારા મોટી કાર્યવાહી: 129.80 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત એટેચ કરાઈ
તપાસમાં છારોડી, શેલા અને કડી સહિતના સ્થળોની જમીન એટેચ કરાઈ:છારોડીમાં આશરે 250 રોકાણકારો અને અક્ષર અનંત પ્રોજેક્ટમાં 44 રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં રિયલ એસ્ટેટ છેતરપિંડી કેસમાં ED દ્વારા મોટી કાર્યવાહી કરીને 129.80 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત એટેચ કરવામાં આવી છે. આ કાર્યવાહી રોનક સોનાણી, વિપુલ ગાંગાણી, કેશવ નારાયણ ગ્રુપ સહિત અન્ય લોકો સામે ઘર ખરીદનારાઓ અને રોકાણકારો સાથે થયેલી છેતરપિંડી અંગે કરવામાં આવી છે.
આ તપાસમાં છારોડી, શેલા અને કડી સહિતના સ્થળોની જમીન એટેચ કરાઈ છે, જ્યાં છારોડીમાં આશરે 250 રોકાણકારો અને અક્ષર અનંત પ્રોજેક્ટમાં 44 રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા. ED ના ખુલાસા મુજબ, રેરા (RERA) અને NA પરમિશન વિના જ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 54 થી 100 ટકા સુધીના વળતરની લાલચ આપી નાણા ઉઘરાવવામાં આવ્યા હતા. વધુમાં ડમી વેચાણ દસ્તાવેજો અને ખોટી ચૂકવણીની વિગતો દર્શાવવામાં આવી હતી.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
