તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
નડિયાદ-અમદાવાદ સ્ટેટ હાઇવે પર ગાબડાં પડતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો
હાઇવે પરથી સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરી માર્ગને સલામત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી

ખેડાના નડિયાદ-અમદાવાદ સ્ટેટ હાઇવે પર ભૂવો પડતા વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવકી વણસોલ ગામના પાટિયા નજીક હાઇવે પર મોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે. હાઇવે પર ભૂવો પડતા વાહનચાલકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની વચ્ચે ભૂવો પડવાથી અકસ્માતનો ભય પણ ઊભો થયો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો માટે આ સ્થળ જોખમી બન્યું છે. હાઇવે પરથી સતત વાહનોની અવરજવર રહેતી હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ કરી માર્ગને સલામત બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
