તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
રાજ્યના 4 તાલુકા વિકાસ અધિકારીઓને પ્રમોશન :ચાર તાલુકા વિકાસ અધિકારીઓને વર્ગ-1ના જુનિયર સ્કેલમાં હંગામી બઢતી
અશોકકુમાર કીર્તિલાલ ઠક્કરને બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે જવાબદારી સોંપાઈ :ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલ મકવાણાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવી નિમણૂક

ગાંધીનગર :પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે ફરજ બજાવતા ચાર અધિકારીઓને મહત્વપૂર્ણ બઢતી આપવામાં આવી છે. વર્ગ-2ના આ ચાર અધિકારીઓને ગુજરાત વિકાસ સેવા સંવર્ગના જુનિયર સ્કેલ, વર્ગ-1માં હંગામી બઢતી આપવામાં આવી છે.
બઢતી બાદ અશોકકુમાર કીર્તિલાલ ઠક્કરને બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલ મકવાણાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે.
હાલ પાટણ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અશોકકુમાર કીર્તિલાલ ઠક્કરને બઢતી આપવામાં આવી છે. બઢતી બાદ તેમને મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી માતાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાલ નર્મદા જિલ્લાના ચીકદા ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ભાવેશ યોગેશભાઈ વસાવાને જુનિયર સ્કેલ, વર્ગ-1માં બઢતી આપવામાં આવી છે. બઢતી બાદ તેમની સુરત જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા મલય મધુસુદન ભુવાને પણ વર્ગ-1ના જુનિયર સ્કેલમાં હંગામી બઢતી આપવામાં આવી છે. નવી નિમણૂક મુજબ તેઓ ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ સંભાળશે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કૃષ્ણપાલ ભૂપતભાઈમકવાણાને બઢતી આપીને તાપી જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
