<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

પાટણ જિલ્લાના અમરાપુર ગ્રામ પંચાયત કચેરી વીસીઇ 15 હજારની લાંચ લેતા ઝડપાયો

પાક નિષ્ફ્ળ સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી

પાટણ જિલ્લાના અમરાપુર ગ્રામ પંચાયત કચેરી વીસીઇ ભરતભાઈ સોમાભાઈ ગડસાયા 15 હજારની લાંચ લેતા ઝડપાયો છે  પાક નિષ્ફ્ળ સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી કરી હતી 

  ફરિયાદીના સગા સબંધી અમરાપુર પાટી વિસ્તારમાં રહેતા ખેડૂતોએ સને ૨૦૨૫ માં વધુ વરસાદ થતા પાક નિષ્ફળ જતા સરકારની પાક નિષ્ફળ સહાય આપવા જાહેરાત આધારે આ કામના આક્ષેપીત પાસે ડોક્યુમેન્ટ જમા કરાવી સહાય મેળવવા ફોર્મ ભરેલ અને આક્ષેપીત નાઓ સહાય મંજૂર કરાવવા ઉપરી અધિકારીઓના નામે સહાયના પચાસ ટકા રકમ આપવા માંગણી કરતા હોય જે અંગે કુલ નવ ખેડૂતો એ એક ખેડૂત દીઠ રૂપિયા ૪૪૦૦૦/- પેટે પચાસ ટકા લેખે આપવા ફરિયાદી ને મળી વાતચીત કરવા જણાવતા આ કામના ફરિયાદી આક્ષેપીતને ઓળખતા હોય તેઓ પાસે જતા આક્ષેપીતે ફરિયાદી પાસે પચાસ ટકા લેખે માંગણી કરતા ના છૂટકે સહાય મંજુર થાય તે હેતુથી ખેડૂતોને પૂછી જણાવવા કહેતા ખેડૂતો પોતાને સહાય મળે તે હેતુથી સહાયના પચાસ ટકા લેખે નાણાં આપવા સંમત થયેલ અને સહાય પોતાંના ખાતામાં જમા થતા નવ ખેડૂતો ના પચાસ ટકા લેખે ૧,૭૦,૦૦૦/- પૈકીના ૬૦૦૦૦/- ફોન-પે થી અને ૧૧૦૦૦૦/- રોકડ આપેલા તેમ છતાં આક્ષેપીત પચાસ ટકા લેખે બાકી રહેતા ૨૦૦૦૦/- રૂપિયા ની માંગણી કરી રકજકના અંતે રૂ.૧૫૦૦૦/- આપવા નક્કી કરી ફરિયાદીએ આપેલ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા ટ્રેપ દરમ્યાન લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો હતો 

   આ કામગીરીમાં ટ્રેપિંગ ઓફિસર ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર, પાટણ એ.સી.બી. પો.સ્ટે.સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ, મદદનીશ નિયામક, બોર્ડર એસીબી એકમ, ભુજ.ઈન્ચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલા,નાયબ નિયામક,રાજકોટ એકમ રહ્યા હતા 

(6:57 PM IST)