તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧ રવિવાર
News of Monday, 17th August 2026
ગુજરાત એટલે આધુનિકતા-આધ્યાત્મિકતાનો અદભુત સમન્વય : ભુપેન્દ્રભાઇ
૮૦માં સ્વાતંત્ર્ય પર્વે નરેન્દ્રભાઇએ લાલકિલ્લા ઉપરથી દેશને આપેલા ‘સપ્તધારા' ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશેઃસેમિકંડકટર એઆઇ અને ગ્રીન એનર્જીથી લઇને સોમનાથના પુનઃ નિર્માણ સુધી અમરેલીમાં રાજયપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતીમાં રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતાથી ઉજવણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, ૧૭:૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની ઊજવણીના ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તિરંગાને સલામી આપી નાગરિકોને સંબોધિત કરતા ગૌરવસહ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતળત્વમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે ‘વિરાસત થી વિકાસ'નો મંત્ર સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે. વડાપ્રધાનશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ૨૦૪૭ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રરણા આપી છે.
આ સપ્તધારામાં મેન્યુફેક્ચરિંગ પાવર, એગ્રીકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ઇનોવેશન, ગતિશક્તિ, રક્ષા શક્તિ અને સોફ્ટ પાવરના ક્ષેત્રોમાં ભારતને વધુ વિકસિત કરી વિશ્વ સામે મૂકવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે ગુજરાત વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતળત્વની સરાહના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી વિકાસ યાત્રા આજે સમગ્ર દેશ માટે પ્રરણાદાયી બની છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, ‘સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ'ના મંત્ર સાથે ગુજરાતે છેલ્લાં અઢી દાયકાથી અવિરત પ્રગતિ સાધી છે. રાજ્ય સરકારે આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધીને સેમિકંડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ગ્રીન એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોથી લઈને પ્રાચીન આયુર્વેદિક વિરાસત અને સોમનાથ મંદિરના પુનઃનિર્માણ જેવા સાંસ્કળતિક પ્રકલ્પોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.
ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વોકલ ફોર લોકલ' અને ‘લોકલ ટુ ગ્લોબલ'ના ધ્યેય સાથે યોજાયેલી ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી રાજ્યમાં રૂ. ૧૫.૮૯ લાખ કરોડના ૧૩,૨૫૫ એમઓયુ સંપન્ન થયા છે, જે MSME અને પરંપરાગત ઉદ્યોગો સહિત નવા સેક્ટર્સને નવી ઊર્જા પૂરી પાડશે. ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ૪૦ ટકાથી વધુ યોગદાન આપીને બ્લૂ ઈકોનોમીનું નેતળત્વ કરી રહ્યું છે.
રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ડો. જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીના આંગણે આ પાવન પર્વની ઉજવણી થઈ રહી હોવાનો આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીભુપેન્દ્રભાઇ પટેલે આઝાદીની લડતમાં પોતાના ત્યાગ, તપસ્યા અને અદમ્ય રાષ્ટ્રભક્તિ દ્વારા માતળભૂમિને મુક્ત કરાવનારા તમામ નામી-અનામી સ્વતંત્રતા સેનાનીઓ તથા અમર શહીદોને આ તકે ભાવસભર વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રશ્રીની પ્રેરણાથી શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત અમર રાષ્ટ્રગીત‘‘વંદે માતરમ''ના ૧૫૦ વર્ષની ઉજવણી દેશભરમાં ઉત્સાહભેર થઈ રહી છે. આ ગીતે આઝાદીના આંદોલનને નવી ચેતના પૂરી પાડી પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાડ્યો હતો. આ પવિત્ર વિરાસતને જાળવીને ભારત આજે પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈ શ્નવિકાસ ભી, વિરાસત ભીઙ્ખના મંત્ર સાથે વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
રાજ્યની આંગણવાડીઓમાં આવતા ૩ થી ૬ વર્ષના ૧૬.૭૫ લાખથી વધુ બાળકો માટે એક અગત્યની જાહેરાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે આ બાળકોને વર્ષમાં ૩૦૦ દિવસ અપાતા પૂરક પોષણ રૂપે અપાતા ગરમ નાસ્તા માટે સ્થાનિક બજારમાંથી ખરીદીના દરમાં ૬૭ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સ્થાનિક ખરીદી માટે દરરોજ બાળક દીઠ અપાતા રૂ. ૫.૧૦ ના બદલે હવ પ્રતિ બાળક રૂ. ૮.૫૦ આપવામાં આવશે. આ બાળકલ્યાણકારી નિર્ણયના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૭૩ કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા રાજ્યના યુવાનોને આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અપાતી વિદેશ અભ્યાસ લોન યોજનામાં કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૬ લાખથી વધારીને રૂ. ૧૦ લાખ કરવામાં આવી છે. આ નિર્ણયથી બિનઅનામત વર્ગના વધુ યુવાનોને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઉત્તમ તકો પ્રાપ્ત થશે.
ઉદ્યોગ-વેપાર ક્ષેત્રે ‘‘વિરાસત સાથે વિકાસ''ની નેમ દોહરાવતાં ભુપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગળહમંત્રી શ્રી અમિતભાઈ શાહના સક્ષમ નેતળત્વ અને સફળ પ્રયાસોથી ગુજરાતને ‘કોમનવેલ્થ ગેમ્સ - ૨૦૩૦'ની ઐતિહાસિક યજમાનીનું ગૌરવ મળ્યું છે. જે ગુજરાતની આયોજન ક્ષમતા અને વૈશ્વિક સ્વીકળતિ દર્શાવે છે. આ વૈશ્વિક રમતોત્સવ ગુજરાતની સમળદ્ધ સંસ્કળતિ, અતિથિ સત્કાર પરંપરા અને આયોજન ક્ષમતાનો વિશ્વના નક્શા પર ડંકો વગાડશે અને ‘‘વિકસિત ગુજરાત ૨૦૪૭'' તરફની રાજ્યની વિકાસયાત્રાને વધુ તેજ ગતિ આપશે.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી શ્રીએ ધ્વજ ફરકાવ્યો ત્યારે આકાશમાંથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડની કર્ણપ્રિય સુરાવલી અને હર્ષ નાદથી સમગ્ર પરેડ ગ્રાઉન્ડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશપ્રેમથી ભરપૂર વિવિધ સાંસ્કળતિક પ્રસ્તુતિઓ રજૂ કરાઈ હતી. વિદ્યાસભાના વિદ્યાર્થીઓ દ્વારા અમરેલીના સમળદ્ધ સાંસ્કળતિક વારસા અને ગૌરવને ઉજાગર કરતી ‘મારું અમરેલી' થીમ આધારિત મનમોહક સાંસ્કળતિક કળતિ રજૂ કરવામાં આવી હતી. જ્યારે શ્રી શક્તિ સેવા કેન્દ્ર, અંબાજી દ્વારા ગુજરાતનું પ્રથમ આદિજાતિ બાલિકાઓનું બેગપાઇપર બેન્ડની પ્રસ્તુતિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કાર્યક્રમમાં પોલીસ જવાનો દ્વારા યોગ નિદર્શન, નારી શક્તિ સાંસ્કળતિક કાર્યક્રમ, મહિલા રાયફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો અને અશ્વ શો રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોની શિસ્ત, સાહસ, કૌશલ્ય અને તાલીમનું પ્રત્યક્ષ નિદર્શન કરાવતા આ કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીમાં જબરદસ્ત રોમાંચ અને ઉત્સાહ જગાવ્યો હતો. ઉપસ્થિત બાળકો અને નાગરિકોએ તાળીઓ અને હર્ષનાદથી આ પ્રસ્તુતિઓને વધાવી લીધી હતી.
કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રાઇ પટેલે ખુલ્લી જીપમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સમયે બહોળી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પણ હર્ષભેર મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમાપન પ્રસંગે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, અમરેલી નગર પાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય સર્વે મહેશભાઈ કસવાલા અને જનકભાઈ તળાવીયા સહિતના પદાધિકારીશ્રીઓ- અગ્રણીશ્રીઓ, રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, ગળહ વિભાગ અગ્રસચિવ સંજીવકુમાર, પોલીસ મહાનિર્દેશક જી.એસ.મલિક, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયા, જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમાર, યુવક અને સાંસ્કળતિક પ્રવળત્તિ વિભાગ કમિશનર યોગેશ નિરગુડે, ભાવનગર રેન્જ આઈજી આર. વી. અસારી, જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી એચ.જે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિતના વરિષ્ઠ અધિકારીઓ, બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (ભાવિકા/ હેમાલી/ કોૈશીક/ હિરેન- માહિતી ખાતુ)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
