<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

મુંબઈમાં સુરત ક્રાઇમનું વિશેષ ઓપરેશનઃ ૩૧ વર્ષથી વોન્‍ટેડ આરોપીને ઉપાડી લાવ્‍યા

નો વોન્‍ટેડ ઈન સુરત ક્રાઇમઃ સીપી વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમા ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વમા એસીપી કિરણ મોદીના સંકલનમાં pi હિતેશ ગઢવી ટીમ દ્વારા જબરજસ્‍ત કાર્યવાહી રાજકોટમાંથી ગણતરીના દિવસ પહેલા ૨૮ વર્ષથી વોન્‍ટેડ આરોપી ઝડપનાર pi એચ. એમ. ગઢવી અને સ્‍ટાફ પર અભિનંદનવર્ષા અપરંપાર

રાજકોટ તા.૧૭:  નો વોન્‍ટેડ ઈન સુરત ક્રાઇમ અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્‍ચ દ્રારા ગુજરાતમા રેકોર્ડ બ્રેક કામગીરી પોલિસ કમિશનર વાંબાગ જમીર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વ નીચે અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ચાલી રહી છે, આ અભિયાનમા ક્રાઇમ બ્રાન્‍ચ પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર હિતેશ ગઢવી અને તેમની ટીમેં ગણતરીના દિવસમા બીજી મોટી સફળતા મેળવી છે.

દરમ્‍યાન ક્રાઇમબ્રાન્‍ચના આર્મ્‍સ સ્‍ક્‍વોડના પોલીસ માણસોને આધારભૂત બાતમી હકીકત મળેલ કે, ‘‘સને-૧૯૯૫ના વર્ષમાં લિંબાયત પો.સ્‍ટે. ગુ.ર.નં. I-૧૭૨/૧૯૯૫ ઇ.પી.કો કલમ-૩૨૩, ૩૨૪,૧૧૪ તથા બી.પી.એક્‍ટ ૧૩૫ મુજબના ગંભીર પ્રકારની મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી સંતરામસિંહ રામદવારસિંહ ઉર્ફે રામદવારસિંહ યાદવ, ઉ.વ.પ૦, હાલ રહેઃ એમ.આઈ.ડી.સી કંપની પનવેલ તલોજા નવી મુંબઈ મુકામ રહે, ગામ-ઉચૌના તા.અઘૌરી થાનાઃ-ભોજપુર બિહાર વાળો પોતાની ધરપકડ ટાળવા સારૂ હાલ મુંબઈ ખાતે છુપાઈને રહે છે'' જે હકીકતને આધારે ક્રાઇમબ્રાન્‍ચની ટીમ મુંબઈ પહોંચી હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે ગ્રુપ ઓપરેશન હાથ ધરી નવી મુંબઈના તલોજા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના TIPL કંપનીથી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.

સદરહુ આરોપી નીચે મુજબના ગુનો દાખલ થયેલ છે  આરોપી વિરુધ્‍ધ નોંધાયેલ ગુનોઃ લિંબાયત પો.સ્‍ટે ગુ.ર.નં. I-૧૭૨/૧૯૯૫ ઇ.પી.કો કલમ-૩૨૩,૩૨૪,૧૧૪ તથા બી.પી. એક્‍ટ ૧૩૫ મુજબ   મજકુર આરોપી વિરુધ્‍ધ નામદાર કોર્ટ નામદાર કોર્ટ દ્વારા સી.આર.પી.સી. કલમ-૭૦ મુજબનું વોરંટ ઇશ્‍યુ થયેલ છે.

પોલીસની વધુ તપાસમાં હકીકત ખુલી કે આરોપીએ સને-૧૯૯૫ની સાલમાં પાણી ભરવા બાબતે ઝગડો થતાં ફરિયાદી અને સાહેદને માથામાં લાકડીઓ વડે માર મારી ગંભીર પ્રકારની ઈજા કરી પોતાના વતન ખાતે નાસી ગયેલ હતો. ત્‍યારબાદ આરોપી સને-૨૦૦૨ થી ૨૦૦૫ સુધી રાજકોટના જેતપુર ખાતે કાપડના કારખાનામાં કામ કર્યા બાદ ફરી વતન જતો રહ્યો હતો. છેલ્લા ત્રણેક વર્ષથી તે નવી મુંબઈના તલોજા ખાતે TIPL કંપનીમાં સિકયુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. આમ, ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ દ્વારા લિંબાયત પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ મારામારીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા ૩૧ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી આરોપીને કબ્‍જો લિંબાયત પોલીસને સોંપેલ છે. અત્રે એ યાદ રહે કે pi હિતેશ ગઢવી ટીમ દ્રારા ૪-૫ દિવસ અગાઉ રાજકોટમાંથી ૨૮ વર્ષ અગાઉના વોન્‍ટેડ આરોપીને ઝડપી પાડેલ

(10:40 AM IST)