તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ: મેન્દ્રા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાંથી ખાતરની 400 થેલીઓ જપ્ત
સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ખાતરનો જથ્થો બારોબાર ખસેડ્યો:સહકારી મંડળીનું ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો બાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી:. દરોડા બાદ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દેવાયુ

દાહોદના દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ થયો છે. મેન્દ્રા ચોકડી પાસે આવેલા ગોડાઉનમાં ખેતીવાડી વિભાગની ટીમે દરોડો પાડી DAP ખાતરની 400 થેલીઓ જપ્ત કરી છે. તપાસ દરમિયાન આ ગોડાઉન અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘનું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ખાતરનો જથ્થો બારોબાર ખસેડ્યો હતો. સહકારી મંડળીનું ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો બાદ ખેતીવાડી વિભાગે કાર્યવાહી કરી હતી. દરોડા બાદ ગોડાઉનને તાત્કાલિક સીલ કરી દેવામાં આવ્યું છે.
કાળા બજારીમાં સંડોવાયેલી સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. ખાતરના ગેરકાયદે સંગ્રહ અને કાળા બજારીમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રની કાર્યવાહીને પગલે કાળા બજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
