<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

મહેસાણાના આંબલીયાસણમાં અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવાઈ

આરોપીઓએ ફરિયાદીની નાની બહેનને પણ શરીરે ખરાબ રીતે અડપલાં કર્યા, એકદમ ઉશ્કેરાઈ જઈને યુવતીઓ સાથે ઝપાઝપી કરી :લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો

મહેસાણાના આંબલીયાસણ સ્ટેશન પાસેના મહાદેવ મંદિરની ઘટના બની હતી  અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવી હતી . ત્રણ આરોપીઓએ યુવતીને જાતિ વિરુદ્ધમાં ખૂબ ખરાબ ગાળો બોલી હતી. આરોપીઓએ ફરિયાદીની નાની બહેનને પણ શરીરે ખરાબ રીતે અડપલાં કર્યા હતા. આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈને યુવતીઓ સાથે ઝપાઝપી કરી હતી. યુવતીઓને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી અપાઈ હતી. લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અને પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો .

(11:45 AM IST)