તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
છોટાઉદેપુરના રાયસિંગપુરામાં 65 વર્ષીય મહિલાના મોત બાદ નર દીપડો પાંજરે પુરાયો
પકડાયેલો દીપડો જ મહિલાના મોત માટે જવાબદાર હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં આખરે એક નર દીપડો પાંજરે પુરાયો છે. ગત અઠવાડિયે 65 વર્ષીય રહીબેન રેવજીભાઈ નાયકના મોત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે વન વિભાગે શંકાસ્પદ દીપડાને પકડવા માટે ખાસ કાર્યવાહી શરૂ કરી હતી અને વિસ્તારમાં પાંજરું ગોઠવી સતત નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે પાંજરામાં નર દીપડો ફસાઈ ગયો હતો. દીપડો ઝડપાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, પકડાયેલો દીપડો જ મહિલાના મોત માટે જવાબદાર હતો કે નહીં, તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. વન વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા પણ માંગ ઉઠી છે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
