<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

દાહોદમાં જમીન સંપાદનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોની કલેક્ટર સાથે મહત્વની બેઠક યોજાઈ

ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં રોષ:દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતોની ઉગ્ર રજૂઆત:નવી GIDC, એરપોર્ટ, રેલવે લાઇન અને હાઈવે પ્રોજેક્ટ માટે જમીન ન આપવા ખેડૂતો મક્કમ

દાહોદમાં જમીન સંપાદનના મુદ્દે અસરગ્રસ્ત ખેડૂતોની કલેક્ટર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી-મુંબઈ કોરિડોરના અસરગ્રસ્ત ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી.

નવી GIDC, એરપોર્ટ, રેલવે લાઇન અને હાઈવે પ્રોજેક્ટ માટે જમીન ન આપવા ખેડૂતો મક્કમ છે. વિકાસલક્ષી પ્રોજેક્ટો માત્ર સરકારી જમીન પર જ કરવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માગ છે. કલેક્ટરે ખેડૂતોની રજૂઆતો સાંભળી યોગ્ય નિરાકરણની ખાતરી આપી છે. એક મહિના બાદ ખેડૂતોના પ્રશ્નો અને માગણીઓ અંગે પુનઃરિવ્યુ બેઠક યોજાશે. બેઠક સુખદ રહેતા ખેડૂતોનું પ્રસ્તાવિત આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

(8:07 PM IST)