તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
ગુજરાત યુનિવર્સિટીમાં તૈનાત સિક્યોરિટી એજન્સીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઊઠતાં નવો વિવાદ સર્જાયો
NSUI મુજબ યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવેલી સિક્યોરિટી એજન્સીનું હજુ સુધી પોલીસ વેરિફિકેશન પણ બાકી: વિદ્યાર્થી સંગઠને સવાલ ઉઠાવ્યો છે કે યોગ્ય પોલીસ વેરિફિકેશન કર્યા વિના જ સિક્યોરિટી ગાર્ડ્સને કેવી રીતે ફરજ પર રાખી દેવામાં આવ્યા છે?

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં તૈનાત સિક્યોરિટી એજન્સીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઊઠતાં નવો વિવાદ સર્જાયો છે. એનએસયુઆઈ (NSUI) દ્વારા નિવેદન આપતાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત કરવામાં આવેલી સિક્યોરિટી એજન્સીનું હજુ સુધી પોલીસ વેરિફિકેશન પણ બાકી છે.
વિદ્યાર્થી સંગઠને સવાલ ઉઠાવ્યો છે કે યોગ્ય પોલીસ વેરિફિકેશન કર્યા વિના જ સિક્યોરિટી ગાર્ડ્સને કેવી રીતે ફરજ પર રાખી દેવામાં આવ્યા છે? ખાસ કરીને સંવેદનશીલ ગણાતી મહિલા હોસ્ટેલ ખાતે પણ વેરિફિકેશન વગરના ગાર્ડ્સ તૈનાત કરી દેવાતાં ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
