તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન-ઇ લોકાર્પણ
‘શક્તિદૂત ૨.૦' યોજનાનો હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધીમાં શક્તિદૂત યોજના હેઠળ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યુ છે

(કેતન ખત્રી દ્વારા) ગાંધીનગર, તા.૧૨: રાજ્યના રમતગમત ક્ષેત્રને નવી ચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે દેશ-રાજ્યનું નામ રોશન કરતા પ્રતિભાશાળી રમતવીરોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતળત્વમાં ગુજરાત સરકારે ‘શક્તિદૂત યોજના'માં ક્રાંતિકારી સુધારા કરી ‘શક્તિદૂત ૨.૦' અમલી બનાવી છે. ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત'ના ધ્યેય મંત્ર સાથે ‘શક્તિદૂત ૨.૦' યોજનાનો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીના હસ્તે ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એવોર્ડ વિતરણ તેમજ રાજ્યભરમાં રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના વિવિધ રમત સંકુલ-લાઇબ્રેરીનું ઇ ભૂમિપૂજન અને ઇ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદિપસિંહજી એવોર્ડ એનાયત કરવામાં આવેલ.
આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના આશાસ્પદ ખેલાડીઓની ક્ષમતાને ઓળખી તેમને જરૂરીયાત મુજબની રમતગમત સુવિધાઓ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો, દેશ-વિદેશમાં તાલીમ, નિષ્ણાંત પ્રશિક્ષકો અને મેડિકલ સહાય પૂરી પાડીને ઓલિમ્પિક્સ અને એશિયન ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ માટે ચેમ્પિયન તૈયાર કરવાનો છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી આ યોજના હેઠળના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મળીને કુલ ૧૬૦૪ મેડલ મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
નવીન ‘શક્તિદૂત ૨.૦' અંતર્ગત રમતવીરોના સર્વાંગી વિકાસ માટે આર્થિક સહાયમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખેલાડીઓની જરૂરિયાત અને ઉત્કળષ્ટ પ્રદર્શનના આધારે મહત્તમ સહાય રૂ. ૨૫ લાખથી વધારીને રૂ.૫૦ લાખ સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત સમાવેશિતાને પ્રાધાન્ય આપતાં પેરા, ડેફ, બ્લાઈન્ડ અને અન્ય દિવ્યાંગ ખેલાડીઓને પણ યોજના અંતર્ગત સમાન તક અને સમાન સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. યોજના અંતર્ગત ખેલાડીઓની સંખ્યામાં પણ તબક્કાવાર વધારો કરાશે. GrassrootsÓ Levelથી જ નવી પ્રતિભાઓને ઓળખી શકાય તે માટે અરજી કરવા માટેની લઘુત્તમ વયમર્યાદા પણ ૧૨ થી ૨૦ વર્ષ હતી તે ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરવામાં આવી છે.
રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ રૂ.૩૮૮ કરોડથી વધુ રકમના ખર્ચે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના નાયબ મુખ્યમંત્રી હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. જેમાં તાલુકા કક્ષાના ૧૧ રમત સંકુલ, ૦૭ લાયબ્રેરી અને ૦૨ સ્ટડી હોલ, જિલ્લા કક્ષાના ૦૭ રમત સંકુલ, ૦૫ લાયબ્રેરી તેમજ ૦૨ નગરપાલિકા લાયબ્રેરીનો સમાવેશ થાય છે. આ યોજનાઓ હેઠળ અમદાવાદ, અમરેલી, આણંદ, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી, વડોદરા સહિતના જિલ્લાઓમાં જિલ્લા અને તાલુકા કક્ષાના રમતગમત સંકુલ, આધુનિક પુસ્તકાલયો, સ્ટડી હોલ, સ્પોર્ટ્સ હોસ્ટેલ, ૪૦૦ મીટર એથલેટિક સિન્થેટિક ટ્રેક, એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડ તેમજ કેમ્પસ ડેવલપમેન્ટ જેવાં જનહિતકારી કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
