તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th August 2026
સરકારી કર્મીએ અંગત હેતુથી વિદેશ પ્રવાસના ખર્ચનોસ્ત્રોત જણાવવો પડશે
મંજૂરી વિના વિદેશ પ્રવાસ ગંભીર ગેરવર્તણૂક ગણીને શિસ્ત વિષયક કાર્યવાહી કરાશે

અમદાવાદ તા.૧૨: છેલ્લા કેટલાક વર્ષથી રાજ્યના સરકારી અધિકારી-કર્મચારીઓમાં અંગત હેતુથી વિદેશ જવાનું પ્રમાણ વધતા વિભાગો યોગ્ય આયોજન કરી શકે તે હેતુથી સરકાર દ્વારા ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. જે સરકારના તમામ વિભાગો અને તેમના નિયંત્રણ હેઠળના તમામ અધિકારી-કર્મચારીઓને લાગુ પડશે. સરકારની પૂર્વ મંજૂરી વિના અંગત હેતુથી વિદેશ પ્રવાસ કરવા તેને ગંભીર ગેરવર્તણૂક ગણીને મુલકી સેવાના નિયમોનો ભંગ ગણીને શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવશે.
સરકારી કર્મીઓમાં વ્યક્તિગત રીતે વિદેશ જવાની મંજૂરી સરકારના વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં મળી રહી છે ત્યારે તેમાં અરજી કરવાથી લઈને મંજૂરી સુધીની પ્રક્રિયા સુવ્યવસ્થિત બને તે માટે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા માર્ગદર્શિકા અને સૂચનાઓ ૧૧ ઓગસ્ટે જારી કરવામાં આવી છે. તે મુજબ અંગત હેતુથી વિદેશ પ્રવાસ જવા માટે સરકારે નિયત કરેલા નમૂનામાં સંબંધિત વિગતો સાથે વિદેશ પ્રવાસના ઓછામાં ઓછા ૪૫ દિવસ પૂર્વે કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની અરજીઓ તેમની સંબંધિત કચેરી અને ખાતાના વડા-વિભાગના વડા મારફતે સંબંધિત સત્તાધિકારીને અને વર્ગ-૩ના કર્મચારીઓની અરજી સંબંધિત કચેરી દ્વારા ખાતાના વડાને કરવાની રહેશે. જેમાં પ્રવાસનો હેતુ દર્શાવવાનો રહેશે. વિદેશ પ્રવાસની અરજી કરનારા અધિકારી-કર્મચારીએ તેમની સામે કોઈ ખાતાકીય તપાસની કાર્યવાહી કે ફોજદારી કેસની કાર્યવાહી ચાલતી હોય કે કોર્ટ દ્વારા તેમને દેશ છોડવા ઉપર મનાઈ ફરમાવી હોય તો તેની વિગતો પણ આપવાની રહેશે.
વિદેશ પ્રવાસ દરમિયાન રહેવા-જમવાની વ્યવસ્થા તેમજ અન્ય સંબંધિત ખર્ચ માટેના અંદાજીત ખર્ચની જોગવાઈ કયાસ્ત્રેતમાંથી કરવામાં આવી છે તેની વિગતો પણ જે તે કર્મીએ ફરજીયાતપણે અરજીમાં દર્શાવવાની રહેશે. જો કોઈ સ્પોન્સર હોય તો તેની વિગતો પણ આપવી પડશે. સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી પરિસ્થિતિ સિવાય કોઇપણ કર્મચારી કે અપિકારીને વિદેશી આતિથ્ય (ફોરેન હોસ્પિટાલિટી) સ્વીકારવાની મંજૂરી રહેશે નહીં. અધિકારી કે કર્મચારી સાથે વિદેશ પ્રવાસે જનારા કુટુંબના આશ્રિત સભ્યોની વિગતો પણ રજૂ કરવી પડશે અને સરકારી સેવામાં હોય તો બંનેએ પોતાની સંબંધિત કચેરી મારફતે સક્ષમ સત્તાધિકારી પાસેથી રજા અને પ્રવાસની મંજૂરી મેળવવી પડશે.
વિદેશ પ્રવાસની અરજીઓના નિકાલમાં ફક્ત રજાની મંજૂરી પૂરતી ગણાશે નહીં પરંતુ દરેક કિસ્સામાં વિદેશપ્રવાસ માટે સત્તાધિકારીની અલગથી પૂર્વ મંજૂરી મેળવવી પણ ફરજીયાત રાખવામાં આવી છે. સત્તાધિકારીને અરજી મળે તેના ૩૦ દિવસમાં સંબંધિત કર્મીને પોતાના નિર્ણયની જાણ કરવાની રહેશે
વિદેશ પ્રવાસનો હેતુ દર્શાવવો પડશેઃ વિદેશમાં નોકરી, ધંધો નહીં કરી શકાયઃ સરકારી કર્મીએ ફરજીયાતપણે પર્યટન, તીર્થયાત્રા, પારિવારક, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, કોઇ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમોમાં હાજરી કે અન્ય હેતુ માટે વિદેશ પ્રવાસ છે તે દર્શાવવું પડશે. વિદેશ પ્રવાસ દરમિયાન અધિકારી કે કર્મચારી ખાનગી ધંધો કે વ્યવસાય કરી શકશે નહીં. રજાની મુદત પૂર્ણ થાય તે પછી તુરંત ફરજ પર હાજર થવાનું રહેશે.
ગંભીર આક્ષેપોની ખાતાકીય તપાસ હશે તો નહીં જઈ શકાય : ગાઇડ લાઇન મુજબ ગંભીર આક્ષેપો સબબની ખાતાકીય તપાસ, ફોજદારી કાર્યવાહી કે કોર્ટ દ્વારા દેશ છોડવાની મનાઇ હશે તો તેવી વ્યક્તિઓને દેશ છોડવાની મંજૂરી આપી શકાશે નહીં. સુરક્ષાના હિતમાં પણ અરજી નકારવામાં આવી શકે છે. વર્ગ-૧ના અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કેસ ચાલતો હશે તો તેની અરજી સામાન્ય વહીવટ વિભાગને મોકલાશે. અન્યમાં સંબંધિત વિભાગ મંજૂરીનો નિર્ણય કરશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
