તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ આગ ભભૂકી
કોમ્પ્લેક્સમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર શેડના કારણે જોખમ વધ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ભારે સમયસૂચકતા દાખવીને બીજા માળે ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢી રેસ્ક્યૂ કર્યું હતું, જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ કોમ્પ્લેક્સમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર શેડના કારણે જોખમ વધ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, જ્યારે બીજી તરફ ફાયર વિભાગે પણ અહીં ગેરકાયદેસર પતરાનું ગોડાઉન હોવાની કબૂલાત કરી છે. જેથી આવા જોખમી અને ગેરકાયદેસર ગોડાઉનો સામે તંત્ર દ્વારા સમયસર યોગ્ય કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે અંગે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
