<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

વિરમગામની એસબીઆઈ શાખામાં નજર ચૂકવી મોટી રકમ સાથેની થેલી ઉઠાવી બે મહિલા ફરાર : આખો ખેલ કેમેરામાં કેદ

રોકડ ભરેલી થેલી કોની હતી, મહિલાઓ બેન્કમાં ક્યારે પ્રવેશી હતી અને રોકડ સાથે કયા માર્ગે બહાર નીકળી હતી તે સહિતની બાબતો પોલીસ તપાસનો વિષય બની

વિરમગામ : વિરમગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાંથી રૂપિયા એક લાખની રોકડ ભરેલી થેલીની ચોરી થયાનો બનાવ સામે આવતાં ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ બે મહિલાઓ બેન્કની અંદરથી રોકડ ભરેલી થેલી લઈને બહાર નીકળી ગઈ હતી.

 

બનાવ બાદ બેન્કમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવતાં બંને મહિલાઓની હિલચાલ કેમેરામાં કેદ થયેલી હોવાનું સામે આવ્યું છે. આ અંગે વિરમગામ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

ચોરીની ઘટનામાં રોકડ ભરેલી થેલી કોની હતી, મહિલાઓ બેન્કમાં ક્યારે પ્રવેશી હતી અને રોકડ સાથે કયા માર્ગે બહાર નીકળી હતી તે સહિતની બાબતો પોલીસ તપાસનો વિષય બની છે. પોલીસ માટે સીસીટીવીના દૃશ્યો આરોપીઓની ઓળખ અને તેમની હિલચાલ શોધવામાં મહત્વની કડી બની શકે છે.

(9:06 PM IST)