તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદને પગલે પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો માર્ગ વરસાદી પાણીમાં ડૂબી જતા બંધ થયો
ગમન બારિયાના મુવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ: પાડી વાછરડી કેન્દ્ર નજીક પણ રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો

પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરામાં ભારે વરસાદથી પાનમ ડેમ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થતાં માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો માર્ગ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. ગમન બારિયાના મુવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ થયો છે. પાડી વાછરડી કેન્દ્ર નજીક પણ રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. દરમિયાન રસ્તા પર પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. પાનમ ડેમ તરફનો માર્ગ બંધ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
