<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં કિસાન મોરચાની પ્રદેશ સંગઠન બેઠક : સશક્ત સંગઠન અને જીવંત ખેડૂતસંપર્ક દ્વારા સરકારની ખેડૂતહિતકારી નીતિઓ અને યોજનાઓ દરેક ગામ, દરેક ખેડૂત સુધી પહોંચે એ કિસાન મોરચાનું ધ્યેય: ખેડૂતની શક્તિ એ ભારતની શક્તિ છે, અન્નદાતાની સમૃદ્ધિમાં જ રાષ્ટ્રની સમૃદ્ધિ સમાયેલી છે: ભરત પંડ્યા : ખેડૂતોનુ સન્માન, કલ્યાણ અને સમૃદ્ધિ એ જ કિસાન મોરચાના દરેક કાર્યનું કેન્દ્રબિંદુ છે: હિરેન હિરપરા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સંગઠનાત્મક વિઝન અને માર્ગદર્શન અનુસાર કિસાન મોરચાની પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ, વ્યાપક અને ખેડૂતકેન્દ્રિત બનાવવા બેઠકમાં સંકલ્પ : કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, વિવિધ વિભાગો અને પ્રકોષ્ઠોના જવાબદારો તથા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત

ગાંધીનગર તા.૧૧ : ગુજરાત પ્રદેશ કિસાન મોરચાની અખબારી યાદી જણાવે છે કે, તા. 10 ઓગસ્ટ 2026, સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની પ્રદેશ સંગઠન બેઠક કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ  હિરેન હિરપરાની આગેવાનીમાં તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ વાલી ભરત પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.

 

બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ—પીએમ-કિસાન યોજનાને નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી ₹3.15 લાખ કરોડના નાણાકીય પ્રાવધાન સાથે ચાલુ રાખવાના નિર્ણય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્ર સરકારને તથા ગુજરાતમાં ટુકડા ધારામાં ખેડૂતહિતકારી સુધારા કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

 

બેઠકમાં કિસાન મોરચાની વર્તમાન સંગઠનાત્મક પ્રવૃત્તિઓ તેમજ આગામી કાર્યક્રમો અંગે વ્યાપક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતકલ્યાણકારી યોજનાઓ તથા નીતિગત નિર્ણયોની માહિતી દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક ખેડૂત સુધી પહોંચે તે દિશામાં સંગઠનની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ  હિરેન હિરપરાએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને માનનીય મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલજીના અને નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતના સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિ માટે સતત કાર્યરત છે. સરકારની ખેડૂતહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવામાં કિસાન મોરચાના કાર્યકર્તાઓ સક્રિય અને સંવેદનશીલ ભૂમિકા નિભાવતા રહેશે.

 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ વાલી ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખેડૂતો અને ગ્રામીણ સમાજ સાથે જીવંત સંબંધ ધરાવે છે. ખેડૂતહિતના સંકલ્પ અને કાર્યકર્તાઓના સેવાભાવના સંગમથી કિસાન મોરચા સંગઠનને વધુ વ્યાપક અને જનસ્પર્શી બનાવશે.

 

 પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પ અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ‘વિકસિત ગુજરાત’ના ધ્યેયમાં કૃષિ અને ખેડૂતોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સંકલ્પને સાકાર કરવા કિસાન મોરચા દ્વારા ખેડૂતો સાથે સતત સંપર્ક અને સંવાદ જાળવી સરકારની કલ્યાણકારી પહેલોને જન-જન સુધી પહોંચાડવામાં આવશે.

 

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માના સંગઠનાત્મક વિઝન અને માર્ગદર્શન અનુસાર કિસાન મોરચાની પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ, વ્યાપક અને ખેડૂતકેન્દ્રિત બનાવવા બેઠકમાં સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ પદાધિકારીઓ, વિવિધ વિભાગો અને પ્રકોષ્ઠોના જવાબદારો તથા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન ખેડૂતકલ્યાણ, સંગઠનાત્મક સુદૃઢતા અને આગામી કાર્યક્રમો અંગે સકારાત્મક સંવાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

 

અંતમાં, કિસાન મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમોના માધ્યમથી સરકારની ખેડૂતહિતકારી યોજનાઓ અને નીતિઓને છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવા, ખેડૂતસમાજ સાથે સંગઠનના સંબંધને વધુ સુદૃઢ બનાવવા તથા સેવા અને સંગઠનના માધ્યમથી અન્નદાતાની સમૃદ્ધિ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો

(3:54 PM IST)