<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

‘દિલ વિધાઉટ બિલ' હેઠળ હવે વધુ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નિઃશુલ્‍ક હૃદય સારવાર

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ દ્વારા ૧૦૬ કરોડના ખર્ચે મેગા વિસ્‍તરણ પ્રોજેક્‍ટ

અમદાવાદ/રાજકોટઃ પ્રશાંતિ મેડિકલ સર્વિસિસ એન્‍ડ રિસર્ચ ફાઉન્‍ડેશન સંચાલિત શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ્‍સ દ્વારા નિઃશુલ્‍ક હૃદય સારવારની ક્ષમતા વધારવા  ‘રૂ.૧૦૬ કરોડનું વિસ્‍તરણ પ્રોજેકટ' હાથ ધરવામાં આવ્‍યો છે. અમદાવાદના કાસીન્‍દ્રા કેમ્‍પસમાં ૬ નવા ક્‍લાસ-૧૦૦ ઓપરેશન થિયેટર, હાઈબ્રીડ કેથ લેબ તેમજ સર્જીકલ આઈસીયુ અને ક્રિટીકલ બેડની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ સ્‍વ. ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામે બિરદાવેલા દિલ વિધાઉટ બિલ સેવાયજ્ઞ હેઠળ હોસ્‍પિટલ છેલ્‍લા ૨૬ વર્ષથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્‍ક હૃદય સારવાર અને સર્જરી પૂરી પાડી રહી છે.

આ સેવાયજ્ઞની ભાવનાત્‍મક ઝલક ૯ ઓગસ્‍ટે જોવા મળી, જયારે ૨૦ બાળકોને નિઃશુલ્‍ક ઓપન હાર્ટ સર્જરી બાદ ડિસ્‍ચાર્જ આપવામાં આવ્‍યો. સ્‍વસ્‍થ થયેલા આ બાળકોએ હોસ્‍પિટલમાં એકસાથે ગરબા રમીને પોતાના નવજીવનની ઉજવણી કરશ્ન, જે સમગ્ર હોસ્‍પિટલ માટે આનંદ અને ગૌરવની ક્ષણ બની.

હોસ્‍પિટલ મેનેજમેન્‍ટે જણાવ્‍યું કે, પૈસાના અભાવે કોઈ દર્દી હૃદયની સારવારથી વંચિત ન રહે આ અમારો સંકલ્‍પ છે.

હોસ્‍પિટલ દ્વારા દેશના અન્‍ય આઠ રાજ્‍યો સાથે પણ MoU કરવામાં આવ્‍યા છે, જેના દ્વારા દેશભરના જરૂરિયાતમંદ બાળકોને અદ્યતન અને નિઃશુલ્‍ક હૃદય સારવારનો લાભ મળી રહ્યો છે.

લવ ઓલ, સર્વ ઓલ સૌને પ્રેમ કરો, સૌની સેવા કરોના સિદ્ધાંત સાથે આ સેવાયજ્ઞ સતત આગળ વધી રહ્યો છે

(2:33 PM IST)