તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
વડનગરમાં ‘અનંત અનાદિ વડનગર’ હેરીટેજ પ્રોજેક્ટ શરૂ: 120 ઓટો રિક્ષાઓને ઐતિહાસિક લૂક અપાશે
રિક્ષાચાલકોના માત્ર 1 હજારના ફાળામાં 70 હજારના ખર્ચે નવીનીકરણ: GSFC ના CSR ફંડથી થનાર આ નવીનીકરણથી પ્રવાસન અને સ્થાનિક રોજગારીને વેગ મળશે

મહેસાણા જિલ્લાના વડનગરના પ્રવાસન અને સ્થાનિક રોજગારીને વેગ આપવા માટે એક વિશેષ હેરિટેજ પ્રોજેક્ટની શરુઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરની 120 ઓટો રિક્ષાઓને અનંત અનાદિ વડનગરની થીમ આધારિત નવો અને આકર્ષક ઐતિહાસિક લૂક આપવામાં આવી રહ્યો છે. આ નવીન પહેલ હેઠળ પ્રવાસીઓ માટે વડનગરની મુસાફરી વધુ યાદગાર બનશે અને સ્થાનિક રિક્ષાચાલકોની આવકમાં વધારો થશે.
આ પ્રોજેક્ટ અંગે મળતી માહિતી મુજબ, GSFCના CSR ફંડ હેઠળ સ્વદેશ સંસ્થા દ્વારા ઓટો રિક્ષાઓનું મોડિફિકેશન અને નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ રિક્ષાઓને વિશેષ ડિઝાઈન દ્વારા આર્ષખ પીળો રંગ આપવામાં આવશે, રિક્ષાની બોડી પર વડનગરના પ્રખ્યાત ઐતિહાસિક સ્મારકોની ઝલક, સ્થાપત્યની વિશેષતાઓ અને અનંદ અનાદિ વડનગરનું લખાણ કંડારવામાં આવશે. હાલમાં એસ,ટી ડેપોના પાછળના ભાગે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એક રિક્ષાને શણગારવામાં અંદાજે બે દિવસનો સમય લાગે છે.
આ પ્રોજેક્ટ હેઠળ રિક્ષાચાલકો માટે ફાયદાકારક સાબિત થઈ છે. આ પ્રોજેક્ટમાં 120 રિક્ષાચાલકોને આવરી લેવાશે. એક રિક્ષાના નવીનીકરણ પાછળ કુલ 70 હજારનો ખર્ચ કરવામાં આવશે. જેમાંથી રિક્ષાચાલકે માત્ર 1 હજારનો લોકફાળો આપવાનો રહેશે. બાકીનો તમામ ખર્ચ સંસ્થા ઉઠાવશે. નવીનીકરણ બાદ રિક્ષાની તમામ જાળવણી ચાલકની રહેશે,
પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહના જણાવ્યા મુજબ, આ પ્રયાસથી વડનગરની શોભા અને ગૌરવમાં વધારો થશે. માત્ર રિક્ષાનો લૂક બદલવા પૂરતું સીમિત ન રહેતાં. રિક્ષાચાલકોને પ્રવાસીઓ સાથે સભ્ય અને વ્યાવસાયિક વર્તન કેવી રીતે કરવું, વડનગરના ઐતિહાસિક સ્થળો અંગે માહિતી અને માર્ગદર્શનની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. આ અનોખી પહેલથી વડનગરમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને એક અનોખો વિરાસત અનુભવ મળશે. તેમજ શહેરના પ્રવાસને નવો વેગ મળશે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
