તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ: સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં 5 ઇંચ અને કોઠંબામાં 4 ઇંચ ખાબક્યો
10 તાલુકામાં 1થી 5 ઇંચ સધી વરસાદ : છેલ્લી બે કલાકમાં રાજ્યના 49 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો

અમદાવાદ :ગુજરાતમાં ગઇકાલથી મેઘાવી માહોલ જામ્યો છે અને આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આજે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ત્યારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં 5 ઇંચ અને કોઠંબામાં 4 ઇંચ ખાબક્યો છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી તાલુકામાં 10 તાલુકામાં 1થી 5 ઇંચ સધી વરસાદ વરસ્યો છે.
છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 49 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ કોઠંબામાં 2.4 ઇંચ નોંધાયો છે. શહેરામાં 2.2 ઇંચ, લુણાવાડામાં 1.2 ઇંચ વરસાદ વરસ્યો છે.
આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
