News of Tuesday, 11th August 2026
મહીસાગર અને ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
ડાંગર સહિતના ઉભા પાકને કુદરતી સિંચાઈનું પાણી મળી રહેતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ

મહીસાગર જિલ્લાના લુણાવાડા, વિરપુર, કડાણા અને કોઠંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદથી ખાસ કરીને ડાંગરના પાકને મોટો ફાયદો થશે.
બીજી તરફ ખેડા જિલ્લાના મહેમદાવાદ અને મહુધા સહિતના વિસ્તારોમાં પણ વહેલી સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદી વાતાવરણના કારણે સમગ્ર વિસ્તારમાં સુખદ ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગર સહિતના ઉભા પાકને કુદરતી સિંચાઈનું પાણી મળી રહેતાં ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
