<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

. દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ

એમજી અમીન કોમ્પ્લેક્સ પરિસરમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓને મુશ્કેલી:મોડાસા રોડ પર આવેલ પૂર્ણિમા ઢાળ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ

ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ આક્રમક રૂપ ધારણ કર્યું હતું. દહેગામ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારના માત્ર 2 કલાકના ટૂંક સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.

અચાનક આવેલા ભારે વરસાદને કારણે દહેગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. એમજી અમીન કોમ્પ્લેક્સ પરિસરમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મોડાસા રોડ પર આવેલ પૂર્ણિમા ઢાળ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી.

રાજ્યમાં હાલ એકસાથે કેટલીક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એકસાથે સક્રિય થવાના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વાતાવરણ પર જોવા મળી રહી છે.

(1:14 PM IST)