<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

આપના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર કોર્ટએ વધુ એક તારીખ આપી : હવે 24 ઓગસ્ટે ફરી સુનાવણી થશે.

બંને પક્ષોના વકીલોની બે કલાકથી વધુ દલીલ બાદ સુનાવણી મુલતવી: સરકારી વકીલે કાયદો હાથમાં ન લઈ શકાય તેવી દલીલ કરી અને અગાઉના કેસોનો ઉલ્લેખ કર્યો

આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મુદ્દે કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ અંતિમ નિર્ણય જાહેર કર્યા વગર કોર્ટએ વધુ એક તારીખ આપી છે. હવે ચૈતર વસાવાની જામીન અરજી પર આગામી 24 ઓગસ્ટે સુનાવણી હાથ ધરાશે. આ મામલો રાજકીય અને કાનૂની રીતે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

સરકારી પક્ષના વકીલે દલીલ કરી હતી કે ધારાસભ્ય લોકોને મદદ કરી શકે છે, પરંતુ કાયદો પોતાના હાથમાં લઈ શકતા નથી. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિ હોવાનો અર્થ કાયદાથી ઉપર હોવો નથી અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન દરેક માટે સમાન રીતે જરૂરી છે.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચૈતર વસાવાના અગાઉના કાનૂની વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ચૈતર વસાવા અગાઉ પણ અનેક કેસોમાં જેલમાં જઈ આવ્યા છે, જેને ધ્યાનમાં લેવાની જરૂર છે.

બંને પક્ષોના વકીલો વચ્ચે બે કલાકથી વધુ સમય સુધી વિસ્તૃત દલીલો ચાલી હતી. દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટએ તરત નિર્ણય આપવાને બદલે વધુ વિચારણા માટે સુનાવણી મુલતવી રાખી હતી. હવે સમગ્ર મામલે અંતિમ નિર્ણય માટે 24 ઓગસ્ટની તારીખ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૈતર વસાવાના સમર્થકો તેમજ રાજકીય વર્તુળોમાં હવે આગામી સુનાવણી પર સૌની નજર ટકેલી છે.

(7:56 PM IST)