<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

બનાસકાંઠાના દાંતીવાડા-ચંડીસર રોડ પર કાર અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત: ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા :ઈજાગ્રસ્તોને સારવાર માટે દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા

બનાસકાંઠાના દાંતીવાડા-ચંડીસર રોડ પર કાર અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે દાંતીવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરાર ટેન્કર ચાલકને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

(6:50 PM IST)