<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત નડ્યો : તેમનો બચાવ થતા હાશકાર

કલેકટરની ઇનોવા કાર પૂરઝડપે આવી રહેલી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બન્ને બાજુના વાહનોને નુકસાન પહોંચ્યું : બોલેરો કારચાલકની ધરપકડ

છોટાઉદેપુર તા.૧૦ : છોટાઉદેપુરના જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની કારને અકસ્માત નડ્યો હતો જેમાં તેમનો બચાવ થયો હતો.

        છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની કારનો અકસ્માત થયો છે. છોટાઉદેપુરથી બોડેલી જતા સમયે પાવીજેતપુર અને દિવાલીયાની વચ્ચે થયો અકસ્માત હતો. કલેકટરની ઇનોવા કાર પૂરઝડપે આવી રહેલી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બન્ને બાજુના વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત તંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતમાં જિલ્લા કલેકટરની ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેમની નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.બોલેરો કારચાલકની ધરપકડ કરાઈ હતી.

(4:55 PM IST)