News of Monday, 10th August 2026
આજથી તા.૧૧ ઓગષ્ટના રાત્રે ૧ર વાગ્યા સુધીમાં ગુજરાતના કેટલાક સ્થળે મધ્યમથી ભારે અને ઘણા સ્થળે ઝાપટા પડશે
જૂનાગઢના હવામાન નિષ્ણાંત ગૌરવ રાણીંગાનો નિર્દેશઃ ગુજરાત બાજુ વરસાદના વધુ વિસ્તારો રહેશે સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી આશાઃ તા. ૧ર થી ૧૪ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો તથા સિમીત ક્ષેત્રમાં ભારે વરસાદની શકયતા

રાજકોટ, તા. ૧૦: જાણીતા વેધર એનાલીસ્ટ જુનાગઢના શ્રી ગૌરવ રાણીંગાએ જણાવ્યું છે કે, હાલની હવામાન પ્રણાલી મુજબ એક લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ રાજ્યના પヘમિ ઉતર વિસ્તારો ઉપર સ્થિત છે, સિસ્ટમને લાગુ અપર એર સાયક્લોનિક સકર્યુલેશન વાતાવરણની ૭.૬કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલું છે અને આગામી ૨૪ કલાકમાં સિસ્ટમની દક્ષિણ પヘમિ દિશા તરફ ગુજરાત રીજિયનના વિસ્તારો ઉપર છવાશે.
સિસ્ટમને લાગુ ૭૦૦hpa (૩.૧કિમી) ઊંચાઈના UACનો ટ્રફ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ પヘમિ દિશામાં સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી લંબાશે. આ સીસ્ટમોની અસર હેઠળ આજથી ગુજરાત રાજ્યમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે અને આગામી ૩૬ કલાક એટલે કે તા.૧૧ ઓગષ્ટના રોજ રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ગુજરાતમાં કેટલાક સ્થળે મધ્યમ થી ભારે અને અમુક સ્થળે હળવો મધ્યમ તેમજ ઘણા સ્થળે ઝાપટા રૂપી વરસાદ નોંધાશે.
વરસાદના વધુ વિસ્તારો ગુજરાત રિજિયન બાજુ રહેશે. સૌરાષ્ટ્રમાં ઉતર પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ અને એ સિવાયના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ તેમજ ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા પડશે. વરસાદનો આ રાઉન્ડ આગળના દિવસોમાં પણ ચાલુ રહે તેવી સંભાવના છે. આગળ સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થાય તેવી આશા છે, તા. ૧૨ થી ૧૪ માં સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને ખૂબ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના ગણાય, પણ વરસાદની માત્રા અને વરસાદના વિસ્તારોનો મુખ્ય આધાર સિસ્ટમના ટ્રફની દિશા અને ટ્રફ કેટલો મજબૂત રહે તેના ઉપર રહેશે. જેની વધુ અપડેટ આગળ આપવામાં આવશે.
અત્યારે બંગાળની ખાડીમાં રહેલા અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની અસર હેઠળ તા.૧૩ ઓગષ્ટ આસપાસ વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે, આ સિસ્ટમ કદાચ સીધી ગુજરાત સુધી ન આવે પણ ચોમાસાને સક્રિય રાખવામાં મદદરૂપ થશે
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
