News of Monday, 10th August 2026
‘ક્રાફટરૂટ્સ' થી ખોડલધામ સુધીની સફરઃ અનારબેન પટેલનો જન્મદિન
ગણિત અને એમબીએના જ્ઞાનને મહિલા સશક્તિકરણમાં જોડયું: ભૂકંપ બાદ કચ્છના કારીગરોનો હાથ ઝાલી વૈશ્વીક ઓળખ આપીઃ રાજકીય પરિવારમાંથી આવતા હોવા છતાં પોતાની અલગ ઓળખ બનાવી

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ અનાર બેન પટેલ નો ગઈકાલે ૯ મી ઑગસ્ટ ના રોજ જન્મ દિવસ હતો. ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશ ના રાજ્યપાલ આનંદીબેન પટેલ ની પુત્રી અનારબેન પટેલ ૯ ઓગસ્ટ ૧૯૭૦ના રોજ અમદાવાદમાં અલગ ઓળખ મુખ્યત્વે સામાજિક સેવા, મહિલા સશક્તિકરણ અને ગ્રામ્ય કારીગરોના વિકાસના ક્ષેત્રે બનાવી છે.
અનારબેન પટેલ ગુજરાત ના જાણીતા રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેમની માતા આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હાલ માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત છે, પરંતુ અનારબેન પટેલે પોતાની કારકિર્દી માટે સીધો રાજકીય માર્ગ પસંદ કરવાને બદલે સામાજિક ક્ષેત્રને પ્રાથમિકતા આપી છે,તેમણે મહિલા ઓ, ગ્રામ્ય કારીગરો અને આર્થિક રીતે નબળા વર્ગો માટે કામ કર્યું છે.
અનાર બેન પટેલે અમદાવાદ સેન્ટ ઝવેરીએસ કોલેજમાંથી બીએસસી મેથેમેટિક્સ કર્યું અને ત્યારબાદ નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હોવા માહિતી મળે છે, ગણિત નું શિક્ષણ અને એમબીએ નો વ્યવસ્થાપન અનુભવ તેમના સામાજિક તથા સંસ્થાકીય કામમાં ઉપયોગી બન્યો.
અનારબેન પટેલની જાહેર ઓળખ નો સૌથી મહત્વનો ભાગ તેમની સામાજિક કામગીરી છે ,તેમનું નામ ગ્રામશ્રી સાથે લાંબા સમયથી જોડાયેલું છે, ગ્રામ્ય મહિલાઓને કૌશલ્ય તાલીમ આપી તેમને રોજગાર અને આવક ના સાધનો સાથે જોડવા નો પ્રયાસ આ કાર્યનું કેન્દ્ર રહ્યું છે જેમાં ગ્રામ્ય મહિલાઓનું કૌશલ્ય વિકાસ
હસ્તકલા માટે બજાર ઊભું કરવું, મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવી પરંપરાગત કારીગરો ની કળા ને પ્રોત્સાહન, ગરીબ અને વંચિત વર્ગો સાથે કામ, આ ક્ષેત્રે તેમની કામગીરી એ તેમને માત્ર રાજકીય નેતા ની પુત્રી તરીકે નહીં પરંતુ સોશિયલ એન્ટ્રપ્રેન્યોર તરીકે ઓળખ અપાવી.
અનારબેન પટેલ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ પહેલોમાં ક્રાફટરૂટ્સનું નામ આવે છે ગુજરાત ના ગ્રામ્ય વિસ્તારોના કારીગરો પાસે ઉત્તમ હસ્તકલા હોવા છતાં તેમને યોગ્ય બજાર મળતું ન હતું, ક્રાફટરૂટ્સ જેવી પહેલ દ્વારા આ કારીગરો ના ઉત્પાદનોને શહેરી બજાર અને ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, આ મોડેલ નો મુખ્ય વિચાર હતો,
કારીગર-કૌશલ્ય -ઉત્પાદન-બજાર આવક-આત્મનિર્ભરતા આ રીતે સામાજિક સેવાને વ્યવસાયિક બજાર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કહેવાય છે કે અનાર બેન ૨૦૦૧ના વિનાશક ગુજરાત ભૂકંપ બાદ રાહત અને પુનર્વસન ના કામ માં સામાજિક ક્ષેત્ર ની અનેક સંસ્થાઓ જોડાયા હતા, તેઓ અનાર પટેલ સાથે જોડાયેલી કામગીરી માં પણ કચ્છના કારીગરો અને ગ્રામ્ય મહિલા ઓ સાથેનું જોડાણ મહત્વપૂર્ણ બન્યું, આ સમયગાળા દરમિયાન પરંપરાગત હસ્તકલા ને પુનર્જીવિત કરીને લોકો ને રોજગાર સાથે જોડવાના પ્રયાસોને વેગ મળ્યો.
જેમની ગળથૂથી માં રાજકારણ રેડાયું હોય તેવા અનાર બેન વર્ષ ૨૦૧૪ માં ભાજપ માં જોડાયા તેમણે ભારતીય જનતા પાર્ટી માં સભ્યપદ લીધું , તે સમયે તેમની માતા આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતાં, સ્વાભાવિક રીતે તેમના ભાજપ પ્રવેશને રાજકીય રીતે ચર્ચા મળી, પરંતુ અનાર બેન ભાજપ માં જોડાયા પછી પણ તેઓ તરત જ ચૂંટણી રાજકારણ માં સક્રિય બન્યા નહોતા.
૨૦૧૫ માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અનાર બેને કહ્યું હતું કે તે સમયે તેમની રાજકીય મહત્વાકાંક્ષા નહોતી અને તેઓ પોતાના કામ પર ધ્યાન આપવા માંગતા હતા.
આ નિવેદન આજે ફરી ચર્ચામાં આવે છે, કારણ કે લગભગ એક દાયકા થી વધુ સમય બાદ તેઓ ગુજરાત માં પ્રભાવ ધરાવતા ખોડલધામ સંગઠનની મોટી જવાબદારી સંભાળી રહ્યા છે.
અનાર બેનને વર્ષ ૨૦૨૩ માં શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળમાં સ્થાન મળ્યું ત્યારબાદ ખોડલધામ ના મહિલા સંગઠન અને વિવિધ સામાજિક કાર્યક્રમોમાં પણ તેમની સક્રિયતા જોવા મળી, આ તબક્કા થી ગુજરાત ના પાટીદાર સમાજ ના સામાજિક ક્ષેત્ર માં તેમનું જાહેર પ્રોફાઇલ વધુ મજબૂત બનતું ગયું.
એમાં પણ આ વર્ષમાં તેમના જીવનનો સૌથી મોટો નવો વળાંક આવ્યો,જાન્યુઆરી ૨૦૨૬ માં ખોડલધામ સંગઠને અનાર પટેલને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા, આ નિમણૂક ખાસ એટલા માટે મહત્વપૂર્ણ છે કે ખોડલધામ નું સંગઠન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે, નવી વ્યવસ્થા હેઠળ ૧૧ ઝોન ની સંગઠનાત્મક કામગીરી સાથે તેમનું નામ જોડાયું છે.
અનારબેન પટેલના ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બનવાની સૌથી મોટી વિશેષતા એ પણ છે કે તેમને ગુજરાતના એક મોટા સામાજિક સંગઠન માં મહત્વપૂર્ણ નેતૃત્વની જવાબદારી મળી છે, તેમની અગાઉ ની સામાજિક કામગીરી ને જોતા મહિલા સશક્તિકરણ અને સમાજ માં મહિલાઓ ની ભાગીદારી વધારવાના ક્ષેત્રમાં તેઓ આગળ કામ કરી શકે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ માં યોજાવાની છે, તેથી ખોડલધામ જેવી પ્રભાવશાળી સંસ્થા ના સંગઠનનું નેતૃત્વ અનાર પટેલ ને મળ્યા બાદ સ્વાભાવિક રીતે રાજકીય અટકળો શરૂ થઈ છે, પરંતુ હાલ ની સ્થિતિમાં અનાર બેન પટેલ ચૂંટણી માં સક્રિય થશે કે કેમ તે કહેવું વહેલું ગણાશે.
તેઓએ યશસ્વી જીવનના ૫૬ વર્ષ પુર્ણ કરી ૫૭ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યા છે. તેમને અકિલા પરીવાર તરફ થી હાર્દિક શુભકામનાઓ
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
