તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
અમદાવાદમાં હજારો વાહનો ત્રીજા દિવસે ચેક : લુખ્ખાઓને ક્રાઇમ બ્રાન્ચે બોકાસા પડાવી દીધા
દુષ્કર્મ કરનાર પર પોલિસ કમિશ્નર સહીત આખુ અમદાવાદ લાલચોળ બનેલ, તેવા ધગતા સમયે પોલિસની રિવોલ્વર છીનવવાની ભૂલ કરનાર આરોપીના પગમાં ગોળી મારી દેતા, પોલિસના પગમાં પડી માફી માંગેલ : દારૂ પી વાહન ચલાવનાર, છરી, ચાકા સાથે નિકલનાર દાદાઓની દાદાગીરી કાઢી નાખીઃ જોઇન્ટ સીપી ક્રાઇમ, જોઇન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી અજિત રાજિયાણ, ડીસીપી હર્ષદ પટેલ, ડીસીપી રૂપલ સોલંકી, ભરત પટેલ, સહીત ડીસીપી,પીઆઇ, પોલિસ જવાનો ઓપરેશન નાઈટ આઉટ વોચ સફળ બનાવવા ઊંધા માથેઃ મારા શહેરના સીધા સરળ લોકોની સળી કરશો તો સીધી નહિ લગડી ચાલ ચાલવાની તૈયારી રાખજોઃ લુખ્ખાઓને અનુપમસિંહ ગેહલોતે નવા ગુજરાત મોડેલ અંતર્ગત જાહેર ચેતવણી આપી

રાજકોટઃ તા.૧૦: અમદાવાદ શહેરના પોતાની જાતને દાદા, ગુંડા સમજતા લુખ્ખાઓને તેમની ઔકાત બતાવવા પોલિસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ત્રીજા દિવસે સિનિયર અધિકારીઓ, પોલિસ ઇન્સ્પેક્ટરો સાથે ઓપરેશન નાઈટ વૉચ આઉટ અંતર્ગત જાતે રાતના ૧૨ થી ૨ વચ્ચે મેદાને ઉતારતા લોકોમાં હર્ષનો માહોલ અને લુખખા તત્ત્વોને પોલિસ અને કાયદો શું કહેવાય તેનું રાજકોટ સ્ટાઇલથી સ્થળ પર જ આગવી ઢબની સરભરા કરાવી ભાન કરાવેલ.
પોલિસે જ્યાં લોકોની પરિવાર સાથે અવર જવર રહે છે, ત્યાં ઘણાં નબિરા ફાસ્ટ બાઈક ચલાવો સ્ટન્ટ કરી લોકોને ડરાવી પીચાશી આનંદ લેતા તત્ત્વોને બોકાશા પડાવી દીધા હતા, આવા બીજા લુખ્ખા તત્વોને જાણ થતાં પોલિસથી બચવા ભાગમ ભાગ કરેલ.
જેમાં છ હજારથી વાહનો ચેક કરવાની સાથે ૮૦ વાહનો ડિટેઇન કર્યા હતા. આ સાથે પોલીસે નશો કરીને વાહન ચલાવતા ૧૯ લોકોને ઝડપી પાડી કુલ ત્રણ એનડીપીએસના કેસ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ નાઇટ રાઉન્ડમાં હતી તે સમયે જ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે પીકનીક હાઉસ પાસેથી ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાના ઇરાદે નીકળેલા એક યુવકને પોલીસે બચાવી લીધો હતો.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ગુનેગારોનો આતંક સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ગુરુવારથી મધરાત્રે મેગા કોમ્બિંગ હાથ ધર્યું છે. ગુરુવારની રાત્રે ચાર હજાર વાહનો ચેક કરી વિવિધ પ્રકારના ગુના નોંધી પોલીસે શુક્રવારે મધરાત્રે પણ ચેકિંગ હાથ ધર્યું હતું. મોડી રાતથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસની મોટા પ્રમાણમાં હાજરી જોવા મળતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તથા ગુનાઈત પ્રવળત્તિઓ પર નજર રાખવા માટે કરેલી આ વિશેષ ડ્રાઈવમાં ૬૫૬૦ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી.
દસ્તાવેજો અને વીમા વગર ચાલતા ૮૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. જ્યારે નિયમોનો ભંગ કરતી ૧૭૯ ગાડીઓની બ્લેક ફિલ્મ દૂર કરી હતી. જ્યારે ડ્રન્ક એન્ડ ડ્રાઈવના ૧૯ કેસ નોંધ્યા હતા. આ ઉપરાંત જાહેરનામા ભંગના ૬ કેસ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ૧૦ કેસ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે મેગા કોમ્બિંગ દરમિયાન ડ્રગ્સ અને નશીલા પદાર્થોની હેરફેર રોકવા માટે પણ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીએ વિશેષ કાર્યવાહી કરીને વટવામાંથી ગાંજો, જીપીઓ ખાતે પાર્સલોમાંથી ૬૦ લાખની કફસીરપ તથા નારોલમાંથી ગાંજાનો કેસ કર્યા હતા. આ સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ડિલિવરી બોય સહિતના ચાલકોને હેલમેટ પહેરવા કડક શબ્દોમાં ટકોર્યા હતા અને લોકો નિયમોનું ખાસ પાલન કરે તે માટે ચેતવણી પણ આપી હતી.
કોમ્બિંગ ડ્રાઈવનો મુખ્ય હેતુ ગુનાખોરી પર નિયંત્રણ, વોન્ટેડ આરોપીઓ પર નજર તેમજ અસામાજિક તત્ત્વોમાં કાયદાનો ભય જાળવી રાખવાનો છે. પોલીસના આ કોમ્બિંગથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આ કવાયત ચાલુ રાખવામાં આવશે. શહેર પોલીસે શહેરભરના ૧૧૮ હિસ્ટ્રીશીટરોને પણ તપાસ્યા હતા.
નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના ગુજરાતના નવા મોડેલ ઓપરેશન લંગડા, નો અમલ સુરતમાં કડકાઈથી કરાવનાર અનુપમસિંહ ગેહલોતે પોલિસ ઉપર હુમલો કરી, રિવોલવર છિનવવાનો પ્રયાસ કરનાર વધુ એક શખ્સને નવા ગુજરાત મોડલનો અનુભવ કરાવ્યો છે.
અમદાવાદના આણંદનગર વિસ્તારમાં PG માં વિધાર્થીની પર દુષ્કર્મ કેસમાં આરોપી ધર્મસિંહે હેબતપુર ખાતે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી. આરોપીને ઝડપી લઇ હોસ્પિટલ ખસેડાયો. પોલીસ પર હુમલાનો વધુ એક ગુનો નોંધાશે.
સમગ્ર ઓપરેશનમાં કાઇમ બ્રાન્ચ જોઇન્ટ સીપી શરદ સિંઘલ, જોઈન્ટ સીપી નીરજ બડ ગુજ્જર, સેક્ટર ટુ વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ, ડીસીપી હર્ષદ પટેલ, ડીસીપી રૂપલ સોલંકી, ડીસીપી ભરત પટેલ સહીત)પીઆઇ, પીએસઆઇ, એએસઆઇ પોલિસ જવાનો જોડાયેલા.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
