તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
દેશની આઝાદી કાજે ક્રાંતિનો શંખનાદ ફૂંકનાર ‘કોકારી ઘટના દિવસ'ના બલિદાનીઓને વંદન
અમદાવાદ ખાતે વૈદિક સંસ્થાન દ્વારા યોજાએલા કાર્યક્રમમાં ક્રાંતિકારીઓનો ઇતિહાસ તાજો કરાયોઃ દરેક ગામમાં મલ્લશાળા અને દરેક ઘરમાં યજ્ઞ -સંસ્કારની હાંકલ

રાજકોટઃ ઓઢવ આર્યસમાજ અમદાવાદ દ્વારા ‘‘કાકોરી ઘટના દિવસ'' નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આર્યસમાજ ઓઢવના પ્રધાન પ્રફુલજી વોરા, સંજયભાઈ પ્રજાપતિ, કળણાલ રાજપૂત, લાલચંદજી આર્ય હાજર રહયા હતા.
યજ્ઞ પૂર્ણ થયા બાદ આર્યસમાજ, ઓઢવના મહામંત્રી શ્રી દિનેશ શાહએ કાકોરી ઘટનાની જાણકારી આપી હતી કે, ક્રાંતિકારીઓને તેમની પ્રવળત્તિઓ ચલાવવા માટે કોઈ નાણાકીય સહાય મળતી ન હતી, અને તેમની પાસે સતત ભંડોળની અછત રહેતી હતી. શષાો ખરીદવા અને એ શષાોથી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા ટ્રેનમાં જતા સરકારી તિજોરીને લૂંટી લેવા ક્રાંતિકારીઓએ યોજના બનાવી.
કાકોરી ઘટના ૯ ઓગસ્ટ, ૧૯૨૫ ના રોજ બની હતી. આ દિવસે, હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન સાથે જોડાયેલા ક્રાંતિકારીઓએ સહારનપુરથી લખનૌ જતી ટ્રેનને કાકોરી ખાતે રોકી અને સરકારી તિજોરી લૂંટી લીધી. ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મુકુંદી લાલ, બનવારી લાલ, મુરારી લાલ અને મન્મથનાથ ગુપ્તા જેવા ક્રાંતિકારીઓ કાકોરી ઘટનાના આયોજનમાં સામેલ હતા.
સરકારી તિજોરી લૂંટના કેસમાં આશરે ૪૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને મુકદમો ચાલ્યો. રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, રાજેન્દ્ર નાથ લાહિરી અને ઠાકુર રોશન સિંહને ફાંસી આપવામાં આવી. સચિન્દ્રનાથ સાન્યાલ અને સચિન્દ્રનાથ બક્ષીને કાલા પાણી (અંદામાન સેલ્યુલર જેલ) માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી, અને મન્મથનાથ ગુપ્તાને ૧૪ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી.
રાષ્ટ્રને સ્વતંત્ર કરાવવા ધનની જરૂરિયાત માટે કાકોરીની ઘટના ઘટી અને રાષ્ટ્રના તમામ અગ્રીમ પંક્તિના ક્રાંતિકારીઓનું શૂન્યાવકાશ ફરી પુરી શકાયું નહિ.(
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
