<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

જવાબદારોને સતાસ્થાને ખેડૂતોની મજાક કરવા બેસાડ્યા છે ? ઈસુદાન ગઢવી : જુઓ વિડીયો

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખનો સરકાર પર પ્રહાર : "સૌની"યોજનાનું પાણી 1 દિવસ છોડીને બંધ કરી દીધું દ્વારકાને દુષ્કાળ જાહેર કરવાની માંગ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧૦ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે દેવભૂમિ દ્વારકામાં વરસાદના અભાવે ખેડૂતોની હાલત કફોડી છે. મોંઘા બિયારણ બરબાદ થયા છે અને હાલ ઊભો 50 ટકા પાક પણ પાણી વગર જોખમમાં છે. ખેડૂતોની માંગ બાદ સરકારે સૌની યોજનાનું પાણી માત્ર એક દિવસ છોડીને બંધ કરી દીધું, જે ખેડૂતોની મજાક છે.

 

ઈસુદાન ગઢવીએ સવાલ કર્યો કે જવાબદારોને સતાસ્થાને ખેડૂતોની મજાક કરવા બેસાડ્યા છે? વંગડી, સાની અને સૌની હેઠળના ડેમોમાં પાણી આપવાના વાયદા કરીને પાણી બંધ કરવું એ ખેડૂતોની ભાવનાઓ સાથે ખીલવાડ છે.

ઈસુદાન ગઢવીએ માંગ કરી કે મુખ્યમંત્રી, કૃષિ અને સિંચાઈ મંત્રીએ તાત્કાલિક દ્વારકાની મુલાકાત લે. દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને દેવા માફી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. સૌની યોજનાનું પાણી ફરી છોડવામાં આવે. તેમણે કહ્યું કે રાજ્યના 54 લાખ ખેડૂતો હવે જાતિ-ધર્મ ભૂલીને ભાજપને મતદાન દ્વારા જવાબ આપશે.

(2:36 PM IST)