<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કરી મોડાસામાં વેચતી ટોળકી ઝડપાઈ :ટોળકી પાસેથી : 46 ચોરીના મોબાઈલનો જથ્થો જપ્ત

મોબાઈલ ફોનના સ્પેરપાર્ટસ ખોલી રિપેરિંગ કરતી શોપને વેચતા હતા: મોડાસા એલસીબીએ ચાર યુવકોને ઝડપી લીધા : અમદાવાદના અન્ય બે આરોપીની ધરપકડ કરવા તજવીજ

અમદાવાદમાંથી મોબાઈલ ચોરી કરી મોડાસામાં વેચતી ટોળકી ઝડપાઈ છે. મોબાઈલ ફોનના સ્પેરપાર્ટસ ખોલી રિપેરિંગ કરતી શોપને વેચતા હતા. કેટલાક મોબાઈલના IMEI બદલી દઈ સેકન્ડ હેન્ડ તરીકે પણ મોબાઈલનું વેચાણ કરતા હતા . એલસીબીએ 46 ચોરીના મોબાઈલનો જથ્થો આરોપી ટોળકી પાસેથી ઝડપ્યો. મોડાસા એલસીબીએ ચાર યુવકોને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના અન્ય બે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી. ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટસ વેચતી ટોળકી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે 

(4:08 PM IST)